________________
યશોદોહન : ખંડ–૨
વિવાગસુય(વિપાકશ્રુત).
એકેક અંગના પરિચયાર્થે એકેક ઢાલ રચાઈ છે અને અંતમાં “લશ” રૂપે છ કડીનું લખાણ છે. ૧૧ ઢાલોની કડીઓની સંખ્યા નીચે મુજબ છે :
૫, ૬, ૭, ૬, ૧૫, ૫, ૫, ૫, ૫, ૫ અને ૯.
આમ ૭૩ કડી છે.
દેશી – દરેક ઢાલને મથાળે દેશીનો નિર્દેશ કરાયો છે.
૨૫૧
વિષય – જે જે અંગના સુયક્ષંધરૂપ વિભાગ અને અલ્ઝયણ કે ઉદ્દેસગરૂપ ઉપવિભાગ છે તેની સંખ્યાનો ઉલ્લેખ કરી કર્તાએ અતિસંક્ષેપમાં પ્રત્યેક અંગના વિષયનો ખ્યાલ આપ્યો છે.
પહેલી ઢાલમાં સિદ્ધાંતનું એ શ્રવણ સુરતરુ, સુરમણિ, સુરંગવી (કામધેનુ) અને સુરઘટ કરતાં ચડિયાતું છે એમ કહ્યું છે.
બીજી ઢાલમાં ઝવેરાતનો વેપાર વખાણ્યો છે. ત્રીજી ઢાલમાં વક્તાને યોગ્ય શ્રોતા મળે તો શ્રુતના અર્થનો પાર પમાય એવો ઉલ્લેખ કરતી વેળા ભ્રમરને કમળવનની અને કોયલને આમ્રવૃક્ષની પ્રાપ્તિથી સુખ મળે છે એમ કહ્યું છે. ચોથી ઢાલમાં ગણિપિટકના સરવાળાનો બાંધેભારે ઉલ્લેખ છે. પાંચમી ઢાલમાં ભગવઈની આરાધનાની વિધિ નીચે મુજબ દર્શાવાઈ છેઃ
બ્રહ્મચારી ભોંય ઉપર સૂવે, તિવિહાર એકાસણું કરે, બે વાર પ્રતિક્રમણ કરે, સચિત્ત(આહા૨)નો ત્યાગ કરે, ત્રિકાલ દેવવંદન કરે, ૨૫ લોગસ્સનો કાયોત્સર્ગ કરે, અને ભગવઈના નામની ૨૦ નવકારવાળી ગણે. એ અંગનું વાચન પૂરું થતાં ઉત્સવ કરે – રાતીજગો કરે.
મંડગિરિના વેપારી સંગ્રામ સોનીએ ગૌતમના નામની સોનૈયા વડે પૂજા કર્યાનો આ ઢાલમાં ઉલ્લેખ છે. વળી સુવર્ણાક્ષરી પ્રતિઓ ઘણા ભંડારમાં જોવાય છે એમ અહીં કહ્યું છે. ભગવઈના યથાયોગ્ય શ્રવણથી ત્રીજે ભવે મુક્તિ મળે એમ આ અંગની પ્રશંસા કરાઈ છે.
છઠ્ઠી ઢાલમાં કહ્યું છે કે શ્રુતના શ્રવણમાં સહાય કરનાર ઇચ્છિત સુખ પામે અને જે આડો થઈ એમાં વિઘ્ન કરે તે માણસ નહિ પણ પાડો છે.
સાતમી ઢાલમાં એવો ઉલ્લેખ છે કે જેને જિનવાણી ગમી ગઈ તે સત્યવાદી અને પવિત્ર છે અને એની સાથે ધર્મની ગોષ્ઠી કરવી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org