________________
૨૪૯
યશોદોહનઃ ખંડ-૨
ગ્રંથકાર તરીકે નિમ્નલિખિત નામો અપાયાં છે:
આવશ્યકનિર્યુક્તિ, (૬ આ), ગૌતમ (), ભદ્રબાહુ (૧૬ અ, ૩૧ આ) અને શકરસૂનુ (૧૧ અ).
નિશાભક્ત દુષ્ટત્વવિચાર – આ કૃતિ અત્યાર સુધી તો પૂરેપૂરી મળી આવી નથી એટલે એનું પરિમાણ જાણવું બાકી રહે છે. એનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છે:
“ऐन्द्रश्रेणिनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । સ્વરૂપેળીવ કુષ્ટર્વ નિશામવત્તે વિમાવ્ય / 9 II” આના પછીનું લખાણ ગદ્યમાં છે.
આ કૃતિનો વિષય એ છે કે રાત્રિભોજનમાં જે દોષ છે તે સ્વરૂપથી છે. જેમકે હિંસા, અસત્ય ઈત્યાદિમાં. આ ચર્ચા તાર્કિક શૈલીએ કરાઈ છે. એમાં તત્ત્વાર્થસૂત્ર (અ. ૭, સૂ. ૨)ની સિદ્ધસેનસૂરિજીકૃત વૃત્તિ, નિશીથભાષ અને યોગશાસ્ત્ર પ્રકાશ ૩, શ્લો. પર-પ૩)ની વૃત્તિમાંથી અવતરણ અપાયાં છે.
વિજયપ્રભસૂરિક્ષામણક-વિજ્ઞપ્તિપત્ર – આ કૃતિ સંપૂર્ણ મળે છે ખરી, પણ એ અપ્રકાશિત હોઈ એનો પરિચય હું આપી શકું તેમ નથી. એના નામ ઉપરથી એ વિજયપ્રભસૂરિને ઉદ્દેશીને લખાયેલું અને ક્ષામણકને લગતું વિજ્ઞપ્તિપત્ર છે.
આહાર-અનાહારની સઝાય યાને ચતુર્વિધ આહારની સજઝાય – આ ગુજરાતી કૃતિમાં વીસ અને પ્રત્યુત્તર પ્રમાણે એકવીસ કડી છે. દુવિહારમાં એટલે કે કિવિધ આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાનમાં વિવિધ “સ્વાદિમ વસ્તુઓમાં કઈ કઈ કલો એ બાબત કડી ૩-૮માં દર્શાવાઈ છે. ત્યાર બાદ પાણીના કેટલાક પ્રકારો, ખાદિમ' તરીકે કહ્યું એવી ચીજો અને ચઉવિહાર યાને ચતુર્વિધ આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાનમાં અનાહાર તરીકે કઈ કઈ વસ્તુ કહ્યું તેનું નિરૂપણ કરાયું છે. ૧૮મી કડીમાં અનાહારનું લક્ષણ અપાયું છે.
૧. આ કૃતિ અપૂર્ણ સ્વરૂપે ભાસરહસ્સ ઈત્યાદિ સહિત “જે. .પ્રસ.” તરફથી અમદાવાદથી
વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત કરાઈ છે. એ કૃતિને આ પ્રકાશનમાં અંતમાં પત્ર ૫૮ આ
૬૦ આ માં સ્થાન અપાયું છે.
૨. આ કૃતિ ગૂ. સા. સંસમાં છપાવાઈ છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org