________________
યશોદોહન : ખંડ–૨
૨૪૭
'આરાધક-વિરાધક-ચતુર્ભૂગી – આ સંસ્કૃતમાં પાંચ પદ્યોમાં રચાયેલી લઘુ કૃતિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છે :
"श्रुतशीलव्यपेक्षायामाराधक विराधकी ।
प्रत्येकसमुदायाभ्यां चतुर्भङ्गीं श्रिती श्रुती ॥ १ ॥”
આ કૃતિમાં શ્રુત અને શીલને લક્ષીને આરાધક અને વિરાધકનું નિરૂપણ કરાયું છે. એને અંગેના ચાર ભંગો ક્રમશઃ બીજાથી પાંચમા પદ્યમાં વિચારાયા છે.
સત્તુલન આ વિષય ધમપરામાં જોવાય છે.
સ્વોપજ્ઞ ટીકા -- આ સંસ્કૃત ગદ્યાત્મક રચના દ્વારા મૂળ કૃતિનું વિવરણ કરાયું છે. એમાં યોગદૃષ્ટિ સમુચ્ચય વગેરેમાંથી અવતરણો અપાયાં છે.
—
ભાસરહસ્ય (ભાષારહસ્ય) – યશોવિજયગણિએ ‘રહસ્ય’ પદથી અંકિત ૧૦૮ કૃતિઓ રચવાની અભિલાષા સેવી હતી તે મુજબ એમણે રચેલી અત્યાર સુધીમાં નિમ્નલિખિત ચાર કૃતિઓ ઉપલબ્ધ થઈ છે ઃ
ઉવએસ રહસ, નયરહસ્ય, ભાસરહસ્ય અને સ્યાદ્વાદરહસ્ય (લઘુ, મધ્યમ અને બૃહદ્).
આ પૈકી ઉપાંત્ય કૃતિ અત્ર પ્રસ્તુત છે. એમાં જ.મ.માં રચાયેલાં ૧૦૧ પદ્યો છે.
વિષય – વાણી એ માનવ જાતિની વિશિષ્ટ સંપત્તિ છે. એનો સદુપયોગ થવો ઘટે. એક કવિએ કહ્યું છે કે “વિચારીને યાર ! ઉચ્ચાર વાણી.” વાત ખરી છે. શ્રમણોની વાણી-ભાષા ભાષાસમિતિ અને વચનગુપ્તિથી સદાયે વિભૂષિત હોવી જોઈએ. એમની ભાષા કેવી હોવી જોઈએ એ વિષે અનેક પ્રાચીન ગ્રંથોમાં નિરૂપણ કરાયું છે. દા.ત. પણવણાનું ભાસા' પય, દસવૈયાલિયનું ‘વક્કસુદ્ધિ’ નામનું સાતમું અલ્ઝયણ અને એનાં નિજ્જુત્તિ, ચુણ્ણિ અને હારિભદ્રીયાદિ વૃત્તિ, આયારનું ‘ભાસા
૧. આ કૃતિને જૈ. આ. સ.’” તરફથી વિ. સં. ૧૯૭૩માં “સામાચારી પ્રકરણ”ના નામથી પ્રકાશિત કૃતિની સાથે સ્થાન અપાયું છે. સાથે સાથે પ્રસ્તુત કૃતિની સ્વોપક્ષ ટીકા પણ અપાઈ છે.
૨. આ કૃતિના પ્રારંભમાં ૐ નથી તેમ અંતમાં “વશ:ત' જેવો પ્રયોગ નથી તો આ કૃતિ ન્યાયાચાર્યની જ છે એમ કહેવા માટે કોઈ વિશિષ્ટ પ્રમાણ છે ખરું ?
૩. આ કૃતિ સ્વોપજ્ઞ વિવરણ તેમજ અન્ય ત્રણ કૃતિઓ તથા ભાસારહસ્યની સંસ્કૃત છાયા સહિત જૈ. ગં. પ્ર. સ.” તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૭માં પ્રસિદ્ધ કરાઈ છે. એ પૂર્વે મૂળ કૃતિ સ્વોપન્ન વિવરણ સહિત મનસુખભાઈ ભગુભાઈ તરફથી અમદાવાદથી
વિ સં માં છપાવાઈ હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org