________________
૨૪૬
જીવનશોધન
આ પદ્યોને બાદ કરતાં બાકીનું લખાણ ગુજરાતીમાં છે. એ ઉપર્યુક્ત સંગ્રહણીના સ્પષ્ટીકરણરૂપ છે.
યશોવિજયગણિની આ વ્યાખ્યાની એક હાથપોથી ભા. પ્રા. સં. મંગમાં છે અને એને આધારે મેં આ પરિચય આપ્યો છે. આ ઉપરાંત બીજે સ્થળે આની હાથપોથી હોય તો તેનો ઉપયોગ કરીને, નહિ તો આ એક જ હાથપોથી ઉપરથી આ વ્યાખ્યા છપાવવી ઘટે, કેમકે આ વ્યાખ્યા કોઈએ પ્રસિદ્ધ કરી હોય એમ જાણવામાં નથી.
કૂવદ્ધિનવિસઈકરણ (કૂપદષ્ટાન્તવિશદીકરણ) – આ જમ.માં પદ્યમાં રચાયેલી કૃતિ છે. એ એક વેળા તો સાત પદ્ય પૂરતી જ મળી હતી. આજે એ પૂરી મળી આવી છે. સ્તવના દ્રવ્ય-સ્તવ અને ભાવ-સ્તવ એવા જે બે પ્રકાર છે તેમાં દ્રવ્ય-સ્તવના અધિકારી ગૃહસ્થો જ છે. એને અંગે કૂવાના દષ્ટાન્તનું સ્પષ્ટીકરણ તાર્કિક શૈલીએ કરાયું છે. કૂવાના દત્તનો ઉલ્લેખ પંચાસર (પંચાસગ)ના દસમા પદ્યમાં છે. એની વૃત્તિ પત્ર ૭૪ અ)માં અભયદેવસૂરિએ કહ્યું છે કે કૂવો ખોદવામાં શ્રમ પડે, તરસ લાગે, કાદવથી અંગ ખરડાય ઈત્યાદિ દોષો છે પરંતુ પાણી નીકળતાં એ દોષો દૂર કરાતાં સ્વપરનો ઉપકાર થાય તેમ સ્નાનાદિકને લગતા આરંભ-દોષ માટે સમજવું. અષ્ટક પ્રકરણના સ્નાનાષ્ટક નામના દ્વિતીય અષ્ટકની વૃત્તિમાં પણ કૂવાનું દૃષ્ટાંત છે.
તત્ત્વવિવેક – આ ઉપર્યુક્ત પાઇય કૃતિનું સંસ્કૃતમાં રચાયેલું સ્વોપણ વિવરણ છે. એમાં પ્રારંભમાં બે પદો છે. બીજા પદ્યમાં વાયાચાર્ય યશોવિજય એવો ઉલ્લેખ છે. ત્યાર બાદ ગદ્યાત્મક લખાણ છે. અંતમાં પ્રશસ્તિ હશે તો તે પદ્યમાં હશે. એક વેળા સાત પદ્યો પૂરતું તે પૂરું મળ્યું નહિ હોવાથી ખૂટતા અંશો સંપાદકે યોજ્યા હતા. પત્ર પ૪ અ માં સાધુને ભાવ-સ્તવ જ હોય એમ કહી, “આ અર્થ અન્ય પ્રકરણમાં પોતે જ કહેશે એવું જે કથન કર્યું છે તે કયા પ્રકરણમાં છે?
૧. એજન પૂ. ૧૦૮-૧૦૯. ૨. આ કૃતિનાં આદ્ય સાત પદ્યો એ પૂરતા તત્ત્વવિવેક સહિત, ભાસરહસ્સ ઈત્યાદિ સહિત
જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૯૭માં પત્ર પ૩ આ – ૫૮ અ માં છપાવાયાં છે. વિશેષમાં પત્ર ૫૮ અ - ૫૮ આ માં કોઈ પ્રાચીન પુરુષે નવ પદ્યમાં સંસ્કૃતમાં રચેલો કુપદષ્ટાન્તોપનય અપાયો છે. ૩. જુઓ ન્યા. ય. સ્મૃનું આમુખ પૃ. ૭)
૪. આજે એ પૂરું મળે ખરું? Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org