________________
૨જ
જીવનશોધન
"ઉત્તરાધ્યયન, ઉપદેશમાલા, કલ્પભાષ્ય, ગચ્છાચાર, પહિલો અંગ, મહાનિશીથ, યોગબિન્દુ અને સમકિત-પ્રકરણ.
આ સઝાયનો, સુગુરુની સઝાયની સાથે સાથે વિચાર કરતાં સુગુરુ અને કુગુરુનો સચોટ અને સંપૂર્ણ ખ્યાલ આવે તેમ છે.
ચડ્યા પડ્યાની સજઝાય, હિતશિક્ષાની સજઝાય કિંવા સંવિઝપક્ષીય વદનચપેટા – આ ૪૧ કડીની કૃતિનાં આમ ત્રણ નામ છે. પહેલું નામ આ કૃતિ “ચડ્યા પડ્યાથી શરૂ થતી હોવાથી પડવું જણાય છે. બીજું નામ અંતમાંની ૪૧ મી કડીમાં કર્તાએ જે શીખ" શબ્દ વાપર્યો છે તેને આભારી જણાય છે. ત્રીજુ નામ આ કૃતિના વિષયને લક્ષીને કોઈકે યોર્યું હશે એમ લાગે છે.
દેશી – આ કૃતિ માટે દેશીનો ઉલ્લેખ છે.
વિષય- આ કૃતિ દ્વારા સમપરિણામમાં રહેવાની અને અન્યના અલ્પ ગુણની પણ અનુમોદના કરવાની શિખામણ અપાઈ છે. બાહ્ય કષ્ટથી ઊંચું ચડવું તે જડના ફાંફા છે, જ્યારે સંયમશ્રેણિના શિખરે ચડવું તે ખરું છે, જો કે એ માટે સાચી બાહ્ય ક્રિયાની જરૂર છે. પાસત્યાદિનું ક્રિયામૂઢનું સ્વરૂપ આ કૃતિમાં આલેખાયું છે. પાસત્યાનું લક્ષણ ૧૭મી કડીમાં અપાયું છે. કુસુમપુરમાં એક શેઠને ઘેર રહેલા સંવેગી અને સંવરગણમાં હીન એવા મુનિમાં સંવેગીને જ્ઞાનીએ ઉતરતી કોટિનો કહ્યો છે. કલિ’ યુગમાં શુદ્ધ ચારિત્ર પાળનાર તેમજ શુદ્ધપ્રરૂપક પણ ઓછા છે, જ્યારે સ્વેચ્છાચારીની સંખ્યા મોટી છે. પાપ-શ્રમણનું લક્ષણ ૨૯મી કડીમાં દર્શાવ્યું છે. ૩૦મી કડીમાં હરિભદ્રસૂરિજીની પ્રશંસા છે. કયા મુનિની બલિહારી ગણાય તે વાત ૩રમી કડીમાં દર્શાવાઈ છે.
- જ્ઞાનાધિકની દીક્ષા લેખે ગણાય, જ્યારે અન્યની તો હોળીના રાજા જેવી જણાવી છે માટે જ્ઞાનાધિકના ઉપદેશને અનુસરવાની હિતશિક્ષા અપાઈ છે.
ઉલ્લેખ – આ કૃતિમાં નિમ્નલિખિત નામથી સાક્ષીરૂપ ગ્રંથોનો ઉલ્લેખ છે
આચાર (૧૫), આવશ્યક (૩), ઉત્તરાધ્યયન (ર૯), ઉપદેશપદ (૨), ઉપદેશમાલા (૯), પંચાસક (૩૬), વ્યવહાર-ભાષ્ય (૧), ષોડશક (૩૮).
૧. આના પાવ-સમણ પાપ-શ્રમણ) અઝવણનો અહીં ઉલ્લેખ છે. ૨. આથી કઈ કૃતિ અભિપ્રેત છે ? ૩. આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૨૮-૪૩૩)માં છપાઈ છે.
૪. આ નામ માટે જુઓ ઉપર્યુક્ત કૃતિનું પૃ. ૪૩૩. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org