________________
૨૪૮
જીવનશોધન જાય' અયણ તેમજ આવસ્મયની નિજુત્તિ (ગા. છે. આ વિવિધ ગ્રન્થોના સારરૂપે ભાષાનું રહસ્ય પ્રસ્તુત કૃતિમાં ઉપસ્થિત કરાયું છે.
ભાસારહસ્સમાં નીચે મુજબના વિષયોને સ્થાન અપાયું છેઃ
ભાષાના નામ-ભાષા ઈત્યાદિ ચાર નિક્ષેપ, દ્રવ્ય-ભાષાના પ્રહણ, નિસરણ અને પરાઘાત એ ત્રણ પ્રકારો, ગ્રાહ્ય ભાષાની દ્રવ્યાદિની અપેક્ષાએ વિચારણા, ભાષા દ્રવ્યનાં સૃષ્ટ, અવગાઢ ઈત્યાદિ નવ દ્વારા નિવૃત ભાષાના ખંડ ઈત્યાદિ પાંચ ભેદ અને એનાં ઉદાહરણ, પરાઘાતનું સ્વરૂપ, ભાષાના દ્રવ્ય, કૃત અને ચરિત્રને લક્ષીને ત્રણ પ્રકાર, દ્રવ્ય આશ્રીને ભાષાના સત્યા, અસત્યા, મિશ્રા અને અનુભવ્યા એમ ચાર પ્રકાર, વ્યવહાર-નય પ્રમાણે આ ચાર પ્રકાર અને નિશ્ચય-નય પ્રમાણે પહેલા બે જ પ્રકાર, પણવણામાં ભાષાના આજ્ઞાપની ઇત્યાદિ ચાર પ્રકારનો ઉલ્લેખ, આરાધનાને આશ્રીને ભાષાના ચાર પ્રકાર, સત્યા ભાષાના દસ પ્રકારનાં લક્ષણ, એ દસે પ્રકારના ચચ્ચાર ઉપપ્રકાર, અસત્ય ભાષાના દ્રવ્યાદિની અપેક્ષાએ ચાર ભેદ, આ ભાષાના તેમજ અસત્યામૃષાના દસ દસ પ્રકારો, અસત્યામૃષાના બાર પ્રકારો, કયા જીવને કઈ ભાષા સંભવે ? તેમજ સાધુઓનો ભાષા પરત્વે વિવેક – એમણે કેવું વચન ઉચ્ચારવું અને કેવું નહિ?
સ્વોપજ્ઞ વિવરણ – ભાસરહસ્સ ઉપર કર્તાએ જાતે સંસ્કૃતમાં વિવરણ રચ્યું છે. એમાં ૬૭ સાક્ષીપાઠો નજરે પડે છે. અંતમાં નવ પદ્યની પ્રશસ્તિ છે. અને એ દ્વારા કતએ પોતાની ગુરુપરંપરાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
આ વિવરણમાં યશોવિજયજી ગણિએ પોતાની નિમ્નલિખિત કૃતિનો ઉલ્લેખ કર્યો છે:
અધ્યાત્મમત પરીક્ષા પત્ર ૧૦ આ-૧૩ આ, નારહસ્ય પત્ર ૧ આ), પ્રમારહસ્ય (પત્ર ૧ આ), મંગલવાદ (પત્ર ૨ અ), વાદમાલા (પત્ર ૧૫ આ) અને સ્યાદ્વાદરહસ્ય (પત્ર ૧ આ).
આ ઉપરાંત અન્યકર્તક ગ્રંથો નીચે મુજબ છે :
દશવૈકાલિક (પત્ર 2 આ), પંચસંગ્રહ ટીકા (પત્ર ૯ આ), પ્રજ્ઞાપના પત્ર ૩ આ), ભાષ્ય (પત્ર ૪ આ), વાક્યશુદ્ધિચૂર્ણિ પત્ર ૭ આ, ૯ અ).
૧. આ પ્રકાશિત છે. ૨. આ મૂળ સ્થળ અને પાઈય અવતરણની સંસ્કૃત છાયા વિ. સં. ૧૯૯૭ની આવૃત્તિમાં
જોવાય છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org