________________
યશોદોહનઃ ખંડ-૨
૨૪૩ સુગુરુની સઝાય – આ કૃતિ ચાર ઢાલમાં ભિન્ન ભિન્ન દેશીમાં અનુક્રમે ૯, ૯, ૧૪ અને ૮ કડીમાં રચાયેલી છે. આમ કુલ્લે કડી ૪૦ છે. કોઈપણ ઢાલના અંતમાં સીધી કે ગર્ભિત રીતે કર્તાએ પોતાનું નામ ન દર્શાવતાં અંતમાં એક પાઇય પદ્ય દ્વારા તેમ કર્યું છે એ આ કૃતિની વિશેષતા ગણાય. આ પદ્યમાં એમણે પોતાના ગુરુનું નામ રજૂ કરી તેમની કૃપાથી સુગુરુના ગુણ ગાયા એમ કહ્યું છે.
આ કૃતિમાં સદ્ગરનાં વિવિધ લક્ષણો અપાયાં છે – સુસાધુનો માર્ગ વર્ણવાયો છે. તેમ કરતી વેળા નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે:
દશવૈકાલિક (અ. ૧૦), ઉત્તરાધ્યયન, બીજું અંગ (અ. ૧૧), વ્યવહારભાષ્ય. ઠાણાંગ, ષષ્ટિશતક અને ઉપદેશમાલા.
ગુરુસદુહણા સજwય – (ગુરુશ્રદ્ધાન સ્વાધ્યાય) - આ ન્યાયાચાર્યે ગુજરાતીમાં () પદ્યમાં રચેલી સઝાય છે. એની હથપોથી જોવા મળ્યું વિશેષ કહી શકાય.
બાલાવબોધ – આને અંગે બાલાવબોધ રચાયાનું કહેવાય છે.
કગરની પસઝાય - આ સક્ઝાય અનુક્રમે ૬, ૫, ૫, ૫, ૮ અને ૯ કડીમાં રચાયેલી છ ઢાલમાં વિભક્ત છે. અંતમાં અહીં પણ સુગુરુની સઝાયની જેમ એક પદ્ય પાઈયમાં છે અને એ જ આ કૃતિના કર્તાનું નામ જણાવે છે. સાથે સાથે એમાં આ કૃતિનો “મુછ સજ્જાગો' તરીકે ઉલ્લેખ પણ છે.
દેશી – છ ઢાલ પૈકી પહેલી ચોપાઈની દેશીમાં છે. બીજી ઢાલ સિવાયની બાકીની માટે ભિન્ન ભિન્ન દેશીનો ઉલ્લેખ છે.
કુગુરુના પાસત્યો પાર્ષથ), ઉસનો (અવસન), કુશલ (કુશીલ), સંસત (સંસક્ત) અને યથાદ યથાશ્કેદ) એમ પાંચ પ્રકારો છે. આ એકેક પ્રકારનું વર્ણન એકેક ઢાલ દ્વારા કરાયું છે અને અંતિમ ઢાલ ઉપસંહારરૂપ છે. ત્રીજી ઢાલમાં કુશીલના જ્ઞાન, દર્શન અને ચારિત્રની અપેક્ષાએ ત્રણ ભેદ દર્શાવાયા છે. છેલ્લી ઢાલમાં કહ્યું છે કે આવશ્યકમાં કહ્યા મુજબ કુગુરના પાંચ પ્રકારો ઉપર પ્રકાશ પડાયો છે. આ ઢાલમાં નીચે મુજબની કૃતિઓનો ઉલ્લેખ છે: ૧. બીજી ઢાલ ચોપાઈમાં છે. ૨. આવી વિશેષતાનું એક ઉદાહરણ કુગુરુની સઝાય પૂરું પાડે છે. ૩. આના કર્તા જૈન ગૃહસ્થ નામે ભાંડાગારિક નેમિચંદ્ર છે. ૪. આ સઝાય ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૨૪૨૫)માં નજરે પડે છે. અહીં પાસત્યા
વિચારભાસ એવું આ કૃતિનું નામાંતર અપાયું છે.
૫. આ શબ્દ કર્તાએ જાતે વાપર્યો છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org