________________
યશોદોહનઃ ખંડ-૨
૨૪૧
બારમી ઢાલમાં ભાવ-શ્રાવકનાં છ લક્ષણોનું સ્વરૂપ વિસ્તારથી રજૂ કરાયું છે. વિશેષમાં અહીં પ્રતિસેવાના અને ઋજુ વ્યવહારના ચચ્ચાર પ્રકારો દર્શાવાયા છે.
તેરમી ઢાલમાં ભાવ-શ્રાવકના સત્તર ગુણોનું વર્ણન છે. ચૌદમી ઢાલમાં ભાવ-સાધુતાને વરેલા ભાવ-શ્રાવકનાં સાત લક્ષણો દર્શાવાયાં
છે.
પંદરમી ઢાલમાં સુશ્રમણનું સ્વરૂપ સમજાવી એની પ્રશંસા કરાઈ છે. અહીં પાપ-શ્રમણનું સ્વરૂપ રજૂ કરાયું છે. આ ઢાલની અગિયારમી કડીમાં હરિભદ્રસૂરિનાં ગુણગાન કરાયાં છે.
સોળમી ઢાલમાં ચેતનાની-જીવની બહુશયન. શયન જાગરણ અને ચોથી (તુરીય) એ ચાર દશા", જીવની દેહથી-પુદ્ગલથી ભિન્નતા, શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નયનું સ્વરૂપ, “તપ” ગચ્છનાં નિર્ગળ્યાદિ છ નામ અને એની સાર્થકતા તેમજ જ્ઞાનની સાથે ક્રિયાનો આદર કરવાની આવશ્યકતા એમ વિવિધ મુદ્દાઓને સ્થાન અપાયું
સત્તરમી ઢાલમાં ગ્રંથકારે જિનેશ્વરની આજ્ઞા પ્રત્યે – વચન પ્રત્યે રાગ દર્શાવી અંતમાં પોતાની ગુરુપરંપરા વર્ણવી છે.
સન્તલન-શાન્તિસૂરિએ રચેલા ધમ્મરણ પગરણમાં ધર્મરત્નના અર્થીઓને ઉપદેશ આપતી વેળા ગા. પ-૭માં દ્રવ્ય-શ્રાવકના ૨૧ ગુણો ગણાવી ગા. ૮-૨૮માં એ ગુણોની સમજણ અપાઈ છે અને ગા. ૩૦માં મધ્યમ અને અધમ કોને કહેવા તે દર્શાવાયું છે. આમ અગિયારમી ઢાલની બધી બાબતો આ પાઇય કૃતિમાં જોવાય છે. એવી રીતે બારમી ઢાલ ગા. ૩૩-૫૫ ના, તેરમી ઢાલ ગા. પ૭-૭૬ના અને ચૌદમી ઢાલ ગા. ૭૮-૮૨ અને ૯૦ ઇત્યાદિની છાયારૂપે જણાય છે. તેરમી ઢાલની ત્રીજી કડી ઉપર્યુક્ત કૃતિની ગા. ૬૧ સાથે મળતી આવે છે. આ ગાથા ઇન્દિયપરાજયસયગમાં જોવાય છે.
ઉદ્ધરણ – સોળમી ઢાલમાં ચેતનાની જે ચાર દિશાનો નિર્દેશ નયચક્રમાં હોવાનો ઉલ્લેખ કરાયો છે તે દશાઓ મલ્લવાદીકત નયચક્ર ગત બીજા અરમાના પુરુષવાદમાં
૧. આ બાબત દ્વાદશાનિયચક્રના સ્વોપજ્ઞ ભાષ્યમાં તેમજ આનંદઘનકૃત એક સ્તવનમાં
૨. આને અંગે મેં “તપગચ્છનાં છ નામ અને એની ઉત્પત્તિ" નામના લેખમાં માહિતી આપી
છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” ૫. ૭૩, અં. ૬-૭ ભેગા)માં છપાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org