________________
યશોદોહનઃ ખંડ-૨
૨૩૯ રહસ્યગર્ભિત સ્તવન – આ ગુજરાતી સ્તવનમાં સત્તર ઢાલ અને અંતમાં ચાર પંક્તિના એક પદરૂપ “કલસ” છે. સત્તર ઢાલની કડીઓની સંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે છે:
૨૪, ૧૮, ૧૫, ૧૯, ૨૩, ૨૬, ૧૨, ૨૭, ૨૯, ૨૧, ૨૨, ૧૭, ૧૮, ૧૯, ૨૪, ૨૫ અને ૧૩.
આમ એકંદર ૩૫૩ કડી છે. એમાં “કલસ”ની એક કડી ઉમેરી, કડીઓને ગાથા ગણતાં ૩૫૪ ગાથા થાય છે. એ ઉપરથી આ સ્તવનને સાડી ત્રણસો ગાથાનું સ્તવન કહે છે.
દેશી – ચૌદમી ઢાલ સિવાયની ઢાલો માટે દેશીનો ઉલ્લેખ છે. એ દેશીઓ ભિન્ન ભિન્ન છે. ઢાલ ૧૧, ૧૨ અને ૧૭ માટે અનુક્રમે દુહા, ચોપાઈ અને કડખાની દેશીનો ઉલ્લેખ છે.
રાગ – બીજી ઢાલના રાગનું નામ “આશાફેરી' અને પાંચમીના ‘રામગ્રી છે. બાકીની કોઈ ઢાલ માટે રાગનો ઉલ્લેખ નથી.
વિષય – આ સ્તવનનો પ્રારંભ સીમધરસ્વામીને વિજ્ઞપ્તિરૂપે કરાયો છે અને એની પૂર્ણાહુતિ પણ એ જ પ્રમાણે કરાઈ છે. ઢાલ દીઠ મુદ્દાઓ નીચે પ્રમાણે છે :
પહેલી ઢાલમાં સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા કરનારા અને વર્તનારાને, ખોટા આલંબન દર્શાવનારા, જેમ ચાલે તેમ ચાલવા દેવું એમ કહેનારા, મહાજન જેમ ચાલે તેને જ સન્માર્ગ માનનારા તેમજ લોચાદિક કષ્ટને અને દ્રવ્યલિંગને ખૂબ જ મહત્ત્વ આપનારાને સદુપદેશ અપાયો છે.
આ ઢાલની નિમ્નલિખિત ચૌદમી કડી રચવા બદલ યશોવિજયગણિને માફીપત્ર લખી આપવું પડયું હતું એમ કહેવાય છે, પણ મને એ વાત ખરી જણાતી નથી.
“જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્ય પરિવરિઓ; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય દરિયો રે.
જિનાજી. ૧૪"
૧. આનો પરિચય મેં બન્યાયાચાર્ય યશોવિજયજી ગણિનાં ત્રણ બૃહત્ સ્તવનો” નામના મારા
લેખમાં આપ્યો છે. એ લેખ “. સ. પ્ર.” (વ. ૨૨, એ. ૭)માં છપાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org