________________
૧૭૦
પરમત સમીક્ષા
“પાર્થ” એવો પાઠ છે. વળી “શ્રીને મેરુમહા” પાઠ નથી. વિશેષમાં પ્રતિપાસિંઘમુદ્યસાદ” એવો પાઠ છે અર્થાત્ હરરાજ અને દેવરાજને લગતા આઠ વિશેષણોને બદલે સુશ્રાવક ઈત્યાદિ ચાર જ વિશેષણ છે. વિશેષમાં બીજા કાગળમાં સંઘમુખ્ય એમ જે કહ્યું છે તે પહેલા કાગળમાં નથી.
ગૂ. સા. સં.માં છપાયેલા પહેલા કાગળના અંતમાં મિતિ નથી, જ્યારે પ્ર. ૨.માં છપાયેલા કાગળમાં મિતિપૂર્વક નિમ્નલિખિત પંક્તિ છે:
ફાગણ સુદ તેરશથી ૧૦૮ શ્રી યશોવિજયોપાધ્યાયકૃત સમ્યગુ. શાસ્ત્રવિચારસાર પત્ર સમાપ્ત”
ગૂ. સા. સં. માંના પહેલા કાગળમાં એ ક્યાંથી લખાયો તે જણાવાયું નથી. જ્યારે પ્ર. ૨. પ્રમાણે એ સ્તંભતીર્થનગરથી ખંભાતથી) લખાયો છે. વિશેષમાં ગૂ. સા. સં. પ્રમાણે પહેલો કાગળ જેસલમેરની કોઈ વ્યક્તિને લખાયો છે, જ્યારે પ્ર. ૨. પ્રમાણે એ જેસલમેરના સંઘના મુખ્ય શ્રાવકો નામે હરરાજ અને દેવરાજને ધર્મલાભપૂર્વક લખાયા છે.
પ્ર. ૨. પ્રમાણે પહેલો કાગળ “સ્તંભનક' પાર્શ્વને નમસ્કારપૂર્વક લખાયો છે, જ્યારે ગૂ. સા. સં.માં એમને કે કોઈ અન્ય ઈષ્ટદેવને નમસ્કાર કર્યાની વાત નથી.
બીજા કાગળનો પ્રારંભ પાર્શ્વજિનને નમસ્કાર કરી કરાયો છે. એ કાગળ સ્તંભતીર્થથી ઉપાધ્યાયજીએ જેસલમેરના આઠ વિશેષણોથી વિભૂષિત બે શ્રાવક નામે હરરાજ અને દેવરાજને એમના પ્રથમ ચૈત્ર સુદના કાગળના ઉત્તરરૂપે ધર્મલાભપૂર્વક લખ્યો છે. એમાં ‘મિતિ નથી.
આ બંને કાગળ પૈકી એકેમાં કાગળ કયા વર્ષમાં લખ્યો તેનો ઉલ્લેખ નથી.
ભાષા -પ્રશ્નના ઉત્તરરૂપે લખાયેલા આ બંને કાગળના મોટા ભાગનું લખાણ મારવાડી છાંટવાળી ગુજરાતી ભાષામાં છે. સંસ્કૃતમાં લખાયેલા પ્રારંભિક ભાગમાં “નિશ્વિતં" એમ છે તે “નિવૃત્તિ જોઈએ. એટલે શુદ્ધ સંસ્કૃતની દષ્ટિએ આ અલન ગણાય.
શૈલી - કાગળ લખનાર પોતાના નામ આગળ “શ્રી”નો પ્રયોગ કરે એ સમુચિત ન ગણાય. તો ઉપાધ્યાયજીના કાગળમાં એવો ઉલ્લેખ છે તેનું શું કારણ? એમણે પોતાની પદવીઓ જણાવી છે તેમાં તો કંઈ ખોટું નથી. એમણે પોતાને માટે બહુવચન
૧. આ પૈકી છ વિશેષણોના અંત્યાક્ષર સમાન છે – “ક છે. આમ એ પ્રાસથી શોભે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org