________________
૧૭૨
પરમત સમીક્ષા
રજૂ કરાઈ છે.
(૨) કાળદ્રવ્ય વિષેની શ્વેતાંબરો તેમજ દિગંબરોની માન્યતાનું નિરૂપણ છે.
(૩) “સ્થાપના શબ્દની બે વ્યુત્પત્તિ દર્શાવી નયો પ્રમાણે નિક્ષેપોની યોજના કરાઈ છે.
() શ્રાવકે જિનપૂજન કરવું જોઈએ.
(૫) કેવલીને ચન્દ્રની જ્યોત્સાના સમાન જે કહ્યા છે તે પરા નામની આઠમી દૃષ્ટિની અપેક્ષાએ છે. કેવલીના ધ્વનિ બાબત દિગંબરોની જે માન્યતા છે તેનું અહીં નિરસન કરાયું છે.
(૬) દસ આશ્ચર્ય ઉપરાંત બીજાં પણ છે. ચન્દ્ર અને સૂર્ય મૂળ વિમાનમાં આવ્યા હતા એમાં આશ્ચર્ય લાગે તે “આશ્ચર્યના અર્થની સાર્થકતા દર્શાવે છે.
(૭) માર્માભિમુખ, માર્ગપતિત અને માર્ગાનુસારી એ ત્રણના અર્થ અપાયા છે.
(૮) યતિનાં એટલે કે સાધુનાં અધ્યયનાદિ છ કાર્ય ગણાવાયાં છે. એવી રીતે બ્રહ્મનું ? બ્રાહ્મણ)નાં પણ અધ્યયનાદિ છ કાર્યનો ઉલ્લેખ કરાયો છે.
(૯) પ્રતિક્રમણનાં દોષસંગ્રહ ઇત્યાદિ છે આવશ્યક કર્મનાં નામ, એના અર્થ અને એને અંગેની વિધિ એ બાબતો અહીં વિચારાઈ છે. અહીં દૈવસિક પ્રતિક્રમણની વિધિનો ઉલ્લેખ છે.
(૧૦) પંચતીર્થી પ્રતિમાના) અને ચતુર્વિશતિ – પટ્ટકાદિમાં એટલે કે ચોવીસીના પટ્ટ વગેરેમાં સ્નાત્રજળનો પરસ્પર સ્પર્શ થતાં તેમાં દોષ નથી એમ કહી “ધર્મસંગ્રહમાંથી અવતરણ અપાયું છે.
(૧૧) પુરુષે બે વસ્ત્ર પહેરીને અને સ્ત્રીએ ત્રણ પહેરીને દેવપૂજનાદિ કરવું
(૧૨) સાધુને અપ્રાસુકાદિ અનાદિ વડે પ્રતિલાભતાં પાપકર્મ અલ્પ અને નિર્જરા વિશેષ થાય એમ સૂચવતો ભગવતીનો પાઠ અપાયો છે.
(૧૩) બે ચરણ ઈત્યાદિ નવ અંગે કપૂર, કેસર વગેરેથી મિશ્રિત ગોશીષચન્દનાદિ વડે પૂજન કરવું એ વાત તેમજ પહેલાં કપાળે તિલક કરી નવ
૧. ચોકસાઈથી કહેવું હોય તો ધર્મસંગ્રહના ૬ ૧મા પદ્યની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૧૨૯ આ
એવો ઉલ્લેખ કરાવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org