________________
યશોદોહનઃ ખંડ-૨
૨૦૩ દીપિકા – આ સ્વોપજ્ઞ ટીકા છે એમ જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૧૪૯)માં કહ્યું છે અને એનું પરિમાણ ૩૮૦૦ શ્લોકનું દર્શાવાયું છે. વિશેષમાં એની કેટલીક હાથપોથીઓ પણ ઉપલબ્ધ હોવાનો અહીં ઉલ્લેખ છે.
સ્વોપણ અવચૂર્ણિ – કર્તાએ જાતે જ્ઞાનસાર ઉપર અવચૂર્ણિ રચ્યાનું અને એ અનુપલબ્ધ હોવાનું મનાય છે.
"જ્ઞાનમંજરી વિ. સં. ૧૭૯૬) – આ સંસ્કૃત ટીકા ખરતર' ગચ્છના દીપચન્દ્રજીના શિષ્ય દેવચન્દ્રજીએ વિ. સં. ૧૭૯૬માં રચી છે.
અજ્ઞાતકર્તક કા – આના કર્તાનું નામ જાણવામાં નથી. આની ત્રણ હાથપોથી મળે છે.
ટીકા - વિ. સં. ૧૯૫) – આ સંસ્કૃત ટીકા વૃદ્ધિચન્દ્રના શિષ્ય ગંભીરવિજયજી ગણિએ વિ. સં. ૧૯૫૪માં રચી છે. આ ટીકાનું ગુજરાતીમાં ભાષાંતર શ્રી દીપચંદ છગનલાલ શાહે કરી વિ. સં. ૧૯૫૫માં પ્રસિદ્ધ કર્યું છે અને એ ભાષાંતર ઉપરથી બાલચંદ હીરાચંદ ચાંદવડકરે મરાઠીમાં ભાષાંતર કર્યું છે. - અસ્વીપજ્ઞ બાલાવબોધ – આને અંગે કર્તાએ નીચે મુજબનો ઉલ્લેખ કર્યો
બાલિકાને લાળ ચાટવા જેવો આ બાલાવબોધ નીરસ નથી, પરંતુ ન્યાયમાલારૂપ અમૃતના સમૂહ જેવો છે. એનો આસ્વાદ લઈને મોહરૂપ હલાહલની જ્વાળા શાંત થવાથી વિશાળ બુદ્ધિવાળા થાઓ.”
આ ગુજરાતી બાલાવબોધ સૂરજીના પુત્ર શાંતિદાસના હૃદયમાં પ્રમોદ થવાના કારણે વિનોદા કરાયો છે એમ બાલાવબોધના અંતમાં જે ત્રણ પદ્યો સંસ્કૃતમાં અપાયાં છે તેમાંના અંતિમ પદ્યમાં કહ્યું છે.
ઉપાજ્ય પદ્યમાં કહ્યું છે કે પ્રતિભાને અને પ્રીતિને વિસ્તારતી સંસ્કૃત અને પ્રાકૃત પ્રત્યે સરખા આવેશ (આગ્રહ) ધરાવતી અમારી ભારતી (વાણી) યુક્તિરૂપ
૧. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૦૧ ૨. આ છપાયેલી છે. જુઓ પૃ. ૨૦૧ ૩. આ મરાઠી ભાષાંતર મૂળ સહિત “આનંદવિજય જૈન શાળા માલેગાંવ” તરફથી વિ. સં.
૧૯૫૬માં છપાવાયો છે. ૪. આ બાલાવબોધનો પ્રારંભ એક સંસ્કૃત પદ્યથી કરાયો છે. એમાં “જ્ઞાનસારનો અર્થ
લોકભાષામાં લખું છું એમ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org