________________
૨૧૦
અધ્યાત્મ પદોનું ગુજરાતીમાં વિવેચન શ્રી વસંતલાલ કાંતિલાલ મોરખિયાએ કર્યું છે.
મૂલ્યાંકન – નેમિચન્દ્ર શાસ્ત્રીએ "હિન્દી-નૈન-સાહિત્ય-પરિશીતન પૃ. ૮૭)માં કહ્યું છે:
“यशोविजयजीके पदोंकी भाषा बडी हि सरस है । आत्मनिष्ठा और वैयक्तिक भावना भी इनके पदोंमें विद्यमान है ।
હરિયાળી – આ ચૌદ કડીની ગુજરાતી કૃતિ છે. પહેલી કડીમાં હરિયાળીનો ઉત્તર “એ નારી કોણ ?” એવા પ્રશ્નના ઉત્તર રૂપે પુછાયો છે અને એ ઉત્તર વીસ વર્ષમાં આપવાનું કહ્યું છે. ત્યાર બાદ હરિયાળીની વિગતો નીચે મુજબ રજૂ કરાઈ છે :
એ નારીને બે પિતા છે. કીડીએ હાથીને જન્મ આપ્યો. હાથીની સામે સસલો થયો. દીવા વગર અજવાળું થાય. કીડીના દરમાં હાથી જાય. અગ્નિની વૃષ્ટિ થાય અને પાણી દીપે અને કાયર સુભટને હરાવે છે. એ નારીએ પિતાને જન્મ આપ્યો અને એ પિતાએ જમાઈને જન્મ આપ્યો. મેઘ વરસતાં રજ ઊડે. લોઢું તરે અને તરણું ડૂબે. તેલ ફરે અને ઘાણી પિલાય. દાણા વડે ઘંટી દળાય. બીજ ફળે અને શાખા ઊગે. સરોવરને સમુદ્ર પહોંચે નહિ. કાદવ ઝરે અને સરોવર જામે. માણસ ત્યાં ઘણે વિસામે ભમે. વહાણ ઉપર સમુદ્ર ચાલે. હરણ ડુંગરને હલાવે. આ પ્રમાણે વિરોધાભાસથી ભરપૂર વિગતો કહી હરિયાળીનો ઉકેલ સૂચવવા કર્તા કહે છે અને ન ઉકેલાય તો ફોગટ અભિમાન ન કરવાનું કહે છે. તેરમી કડીમાં કર્તાએ પોતાના ગુરુ નિયવિજયનો ઉલ્લેખ કર્યો છે અને આ તેમ જ ચૌદમી (અંતિમ) કડીમાં હરિઆલી અને હરીઆલી એમ છપાયું છે.
ટબ્બો –આ હરિયાળી ઉપર ગુજરાતીમાં ટબ્બો રચાયો છે.
જઉકેલ – આ હરિયાળીનો ગુજરાતીમાં ઉકેલ અપાયેલ છે. એ ઉકેલ તરીકે ‘દયા’નો ઉલ્લેખ છે, પણ એ મને સમુચિત જણાતો નથી.
૧. આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૫૬માં છપાવાયું છે. ૨. આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧. પૃ. ૧૭૮-૧૮૦)માં છપાઈ છે. પૃ. ૧૮૧૮૪માં ત્રણ
ભાવાર્થ અપાયા છે. પહેલા બંને ભાવાર્થમાં ઉકેલ તરીકે ચેતનાનો ઉલ્લેખ છે. ત્રીજો
ભાવાર્થ (ઉકેલ) “આ. પ્ર.” (પુ. ૫, એ. ૧)માં વિ. સં. ૧૯૬૩માં છપાયો છે. ૩. જયવિલાસની કેટલીક હાથપોથીમાં આ જોવાય છે. ૪. આ છપાયો છે. જુઓ ટિ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org