________________
૨૩૨૨
સોમા પદ્યમાં હિતકારી ઉપદેશ અપાયો છે.
પ્રસ્તુત કૃતિમાં દશ પ્રકારની સામાચારી ઉપર વેધક પ્રકાશ પડાયો છે. એ માટે નયોનો પણ ઉપયોગ કરાયો છે.
જીવનશોધન
સ્વોપજ્ઞ વિવરણ આ સંસ્કૃત વિવરણના પ્રારંભમાં એક પદ્ય છે, જ્યારે અંતમાં ગુરુપરંપરાના નિર્દેશપૂર્વકની અઢાર પદ્યોની પ્રશસ્તિ છે. બાકીનું લખાણ ગદ્યમાં છે. એમાં અવારનવાર અવતરણો અપાયાં છે.
-
સંતુલન અને મૂલ્યાંકન – દશવિધ સામાચારી ઉત્તરજ્કયણ – (અ. ૨૬)માં ૫૩ પદ્યોમાં સૌથી પ્રથમ જોવાય છે. એને અંગે ભદ્રબાહુસ્વામીજીએ, ચૂર્ણિકારે તેમજ સમભાવભાવી હરિભદ્રસૂરિજી વગેરેએ એનું નિરૂપણ કર્યું છે, પરંતુ એ વિસ્તૃત નથી. ન્યાયાચાર્યે પૂર્વાચાર્યોની સામગ્રીનો યથેષ્ટ ઉપયોગ કરી એના દોહનરૂપે નવીન શૈલીમાં સાત નો અનુસાર સામાન્ય સામાચારીનું નિરૂપણ કરી નિશ્ચય અને વ્યવહાર એ બે નયો પ્રમાણે એનાં વિશિષ્ટ લક્ષણો આપ્યાં છે.
સામાચારી એ ચારિત્રનો અંશ છે. એના ઓઘ-સામાચારી, પદવભાગસામાચારી અને દશવિધ-સામાચારી એમ ત્રણ પ્રકાર છે. તેમાંના અંતિમ પ્રકારને અહીં સ્થાન અપાયું છે. એનો ક્રમ પંચાસગમાંના સામાચારી’ નામના બારમા પંચાસગ પ્રમાણે છે. ઉત્તરયણ (અ. ૨૬)માં તો આવશ્યકી ઇત્યાદિ ક્રમે એ રજૂ કરાઈ છે.
જઇલક્ષ્મણ (સમુચ્ચય) (યતિલક્ષણસમુચ્ચય) – આ જ. મ.માં રચાયેલા પ્રકરણમાં ૨૨૭ પો આર્યામાં છે. પ્રથમ પદ્યમાં, સિદ્ધાર્થ નૃપતિના પુત્રને એટલે કે ભગવાન્ મહાવીરસ્વામીજીને પ્રણામ કરીને સૂત્રોમાં કહેલી નીતિ અનુસાર યતિનાં અર્થાત્ સાધુનાં લક્ષણ હું કહીશ એમ કર્તાએ કહ્યું છે. બીજા પદ્યમાં પૂર્વાચાર્યોએ યતિનાં સાત લક્ષણ કહ્યાનો ઉલ્લેખ છે. ત્રીજા અને ચોથા પદ્યમાં સાત લક્ષણો નીચે
૧. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૨૧, ટિ. ૧
૨. પ્રકાશિત આવૃત્તિમાં આનાં મૂળ સ્થળોનો નિર્દેશ નથી તેમજ અંતમાં પરિશિષ્ટ તરીકે અવતરણોની અકારાદિ ક્રમે સૂચી નથી.
૩. આના નિરૂપણ માટે જુઓ ઓહનિજ્જુત્તિ.
૪. આ વિષય નવમા પુત્વમાંથી લઈ છેયસુત્તરૂપે રચાયેલા ગ્રંથમાં ચર્ચાયો છે.
Jain Education International
૫. આ પ્રકરણ ‘ન્યા. ય. ગ્રં.'’ (પત્ર ૭૧ અ-૭૮)માં વિ. સં. ૧૯૬૫માં છપાવાયું છે. ત્યારબાદ સંસ્કૃત છાયા સહિત એ માર્ગપરિશુદ્ધિ ઇત્યાદિની સાથે સાથે એક જ પુસ્તકરૂપે જૈ. ગ્રં. પ્ર. સ." તરફથી વિ. સં. ૨૦૦૩માં પ્રસિદ્ધ કરાયું છે.
૬, ૨૨૩મા પદ્યમાં ‘પગરણ' શબ્દ કર્તાએ વાપર્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org