________________
યશોદોહન : ખંડ–૨
મંડૂકચૂર્ણનો ઉલ્લેખ છે.
(૧૧) પાતંજલ યોગલક્ષણ વિચાર – આનો પ્રારંભ પતંજલિ પ્રમાણે યોગનું, ચિત્તનું અને ચિત્તની માન, ભ્રમ, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ એ પાંચે વૃત્તિનું એકેક લક્ષણ આપીને કરાયો છે. નિરોધના હેતુરૂપ અભ્યાસ અને વૈરાગ્યનાં લક્ષણ, આત્માને અપરિણામી – કૂટસ્થ અને પ્રકૃતિની એકતા માનવાથી ઉદ્ભવતા દોષો, કર્તાને મતે નિત્યોદિત અને અભિવ્યંગ્ય એમ બે પ્રકારની ચિચ્છક્તિ, પચ્ચીસ તત્ત્વના જ્ઞાનથી મુક્તિની અપ્રાપ્તિ, ઇત્યાદિ બાબતો વર્ણવાઈ છે.
૨૨૯
ત. દી.માં પ્રસંગવશાત્ પતંજલિકૃત યોગાનુશાસનમાંથી કેટલાંક સૂત્રો અવતરણ રૂપે અપાયાં છે. ૨૧મા પદ્યમાં કૈવલ્યપાદનો જે ઉલ્લેખ છે એના સ્પષ્ટીકરણ તરીકે યોગાનુશાસનનો ચતુર્થ પાદ' એમ કહ્યું છે.
પત્ર ૬૫ ૨ માં ભોજના ઉલ્લેખપૂર્વક એમની કોઈ કૃતિમાંથી નિમ્નલિખિત અવતરણ અપાયું છે ઃ
"वस्तुनस्तथात्वमनपेक्षमाणो योऽध्यवसायः स विकल्प इत्युच्यते "
(૧૨) પૂર્વસેવા – પ્રારંભમાં યોગની પૂર્વસેવા તરીકે ગુરુ, દેવ વગેરેનું પૂજન, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યે અદ્વેષનો ઉલ્લેખ છે. એ તમામનું ત્યાર બાદ સ્પષ્ટીકરણ છે. ચાન્દ્રાયણ, કૃચ્છ, મૃત્યુઘ્ન અને પાપસૂદન એ ચાર પ્રકારના તપની સમજણ અપાઈ છે. દિદક્ષા, ભવબીજ, અવિદ્યા અને અનાદિ વાસના એ અનુક્રમે સાંખ્ય, શૈવ, વેદાન્તી અને બૌદ્ધની પિરભાષા છે.
(૧૩) મુત્યુદ્વેષ પ્રાધાન્ય – પૂર્વસેવાના પ્રકારોમાં મુક્તિ પ્રત્યે અદ્વેષ પ્રશંસનીય છે, એમ કહી, નવમા ત્રૈવેયકની પ્રાપ્તિ પણ મુક્યદ્વેષને આભારી છે એમ પ્રતિપાદન કરાયું છે. મુક્તિ, મુક્તિના ઉપાયો અને એ ઉપાયો યોજના૨ એ ત્રણે પ્રત્યે અદ્વેષ રાખનાર ગુરુ વગેરેનું પૂજન ન્યાય છે, વિષાનુષ્ઠાન વગેરેમાં પહેલાં ત્રણ વર્જ્ય છે તેમજ ફળની આશા ખરી રીતે ન રાખવી ઘટે ઇત્યાદિ બાબતો રજૂ કરાઈ છે.
ત. દી. (પત્ર ૭૮ અ)માં જે કલ્પલતાનો ઉલ્લેખ છે તે જ સ્યાદ્વાદકલ્પલતા
છે ?
૧. ચિત્તની વૃત્તિનો નિરોધ તે યોગ’ એમ પતંજલિએ કહ્યું છે.
૨. શ્લો. ૧૩-૧૬માં સદાચારો ગણાવાયા છે. આ વિષે વિશેષ માહિતી મેં ન્યાયાચાર્યે નિર્દેશેલા સદાચા૨'' નામના લેખમાં આપી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org