________________
યશોદોહનઃ ખંડ-૨
૨૨૭
બાબતો અહીં વર્ણવાઈ છે. પાંચ અને આઠ અંગે પૂજા, પૂજાર્થે સ્નાનની આવશ્યકતા વગેરે વિગતો પણ વિચારાઈ છે. આમ અહીં દ્રવ્યસ્તવરૂપ દ્રવ્યભક્તિનો વિષય ચર્ચાયો છે.
(૬) સાધુસામગ્ન – આમાં વિષયપ્રતિભાસ, તથાત્મપરિણામમતું અને તત્ત્વસંવેદન એમ જ્ઞાનના ત્રણ પ્રકારો અને એના અધિકારી તથા એનાં લિંગો, સર્વસંવત્સરી, પૌરુષદની અને વૃત્તિ એમ ત્રણ પ્રકારની ભિક્ષા, દુઃખાદિગર્ભિત એમ ત્રણ પ્રકારનો વૈરાગ્ય, ભાવની વિશુદ્ધિ અને મલિનતાનો પરિહાર એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે.
ધર્મવ્યવસ્થા – આના આદ્ય પદ્યમાં કહ્યું છે કે ધર્મની વ્યવસ્થા ભક્ષ્યાભઢ્યના વિવેકથી, ગમ્યાગમ્યના વિવેકથી, તપ અને વિશિષ્ટ દયાથી થાય છે, માંસભક્ષણ એ સ્વતંત્ર સાધનની તેમજ પ્રસંગસાધનની એમ બંને અપેક્ષાએ અનુચિત છે. માંસ એ પ્રાણીનું અંગ હોવાથી અભક્ષ્ય છે એમ નહિ, પરંતુ માંસની પેશીમાં નિગોદના જીવો ઉત્પન્ન થાય છે એથી એ અભક્ષ્ય છે, મનુસ્મૃતિ વગેરે વૈદિક ગ્રંથોમાં તેમજ બૌદ્ધ ગ્રન્થ નામે લંકાવતારસૂત્રમાં માંસભક્ષણનો નિષેધ છે, ઈત્યાદિ બાબતો દ્વારા સાધુએ માંસભક્ષણ ન કરવું જોઈએ એમ અહીં કહેવાયું છે. મદિરાસેવનનો અને અબ્રહ્મનો નિષેધ કરી અને તપની આદરણીયતા દર્શાવી વ્યવહારથી અને નિશ્ચયથી અહિંસાનું સ્વરૂપ રજૂ કરાયું છે.
ત. દી. પત્ર ૪૦ અ)માં શીલપટલ નામના બૌદ્ધ ગ્રન્થનો અને પત્ર ૩૯ અ માં ગણ્યાગમ્યના વિવેકની અનાવશ્યકતા માનનાર મંડલતંત્રવાદી વિષે ઉલ્લેખ છે. અહીં કહ્યું છે કે એ મતનું ખંડન અન્યત્ર ખૂબ કરાયું છે અને આગળ થોડુંક કરાશે.
(૮) વાદ – આમાં શુષ્કવાદ વિવાદ અને ધર્મવાદ એમ વાદના ત્રણ પ્રકારો, ૧. મૂળમાં આ નામ નથી. બાકી એમાંથી પદ્યો ગૂંથી લેવાયાં છે. ૨. આનો ઉલ્લેખ હરિભદ્રસૂરિ કૃત અષ્ટક પ્રકરણમાંના ‘માંસ ભક્ષણ દૂષણ' નામના સત્તરમાં અષ્ટકના આઠમા પદ્યમાં છે. આ સંબંધમાં વિશેષ માહિતી મેં મારા નિમ્નલિખિત લેખમાં આપી છે : “લંકાવતાર સૂત્ર અને શીલપટલ સંબંધી જૈન ઉલ્લેખો”
આ લેખ “જે. ધ. પ્ર.” પૃ. ૭૪, અં. ૧૦ અને ૧૧)માં બે કટકે છપાયો છે. • ૩. આનો ઉલ્લેખ અષ્ટક પ્રકરણની જિનેશ્વરસૂરિકૃત વૃત્તિ (પત્ર ૬૫ આ)માં છે. આ સંબંધમાં
* ABORI (VOL XXXVIII, PTS S-4)Hi 694CU HULL QU UZ “A NOTE ON SLAPATALA"માં વિચાર કર્યો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org