________________
જીવનશોધન છે. કયા દાનથી એકાંતે નિરા થાય અને કયાથી અલ્પ નિર્જરા થાય એ વિષે અહીં સમજણ અપાઈ છે. લુબ્ધક અને કૂવાનાં દૃષ્ટાંતોનો તેમજ પ્રજ્ઞપ્તિ અને સૂત્રકૃતનો અહીં ઉલ્લેખ જોવાય છે.
આને લગતી ત. દી.માં આધાર્મિકનું સ્વરૂપ દર્શાવાયું છે.
આના તેમજ ર૯મી સિવાયની બીજી બધી દ્વાત્રિશિકાનાં અંતિમ પદ્યમાં પરમાનન્દી" શબ્દ નજરે પડે છે. ૨૯મીમાં આ અર્થવાચક પ્રયોગ છે.
(૨) દેશના – અહીં દેશનાને માટે યોગ્ય કોણ ગણાય અને શ્રોતાના ભેદ કેટલા છે એ દર્શાવી શ્રુત-જ્ઞાન ચિન્તા-જ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ સમજાવાયું છે. બાળ વગેરે જીવોને કેવી અને કયા ક્રમે દેશના આપવી એ બાબત પણ અહીં રજૂ કરાઈ છે. ત. દી. માં સંજીવની – ચારના દષ્યતનું સ્પષ્ટીકરણ છે.
(૩) માર્ગ – માર્ગના આગમ અને આચરણા એમ બે ભેદ પાડી આચરણાની પ્રશસ્તતા અને અપ્રશસ્તતાનું, ધાર્મિકાભાસ મુનિનું અને સંવિજ્ઞપાક્ષિકનું સ્વરૂપ દર્શાવાયું છે. કેટલાક શ્રાવકો પણ ગુણવાન હોય એ બાબત નિર્દેશી સાધુ, શ્રાવક અને સંવિપક્ષી એ મોક્ષના ત્રણ માર્ગ છે. જ્યારે બાકીના સંસારના છે એમ કહ્યું છે.
છ જિનમહત્ત્વઃ આ દ્વાત્રિશિકામાં આપ્તમીમાંસાના આદ્ય પદ્યના ભાવાર્થરૂપ પ્રથમ પદ્ય છે અર્થાત્ એ દ્વારા કહ્યું છે કે બાહ્ય વિભૂતિ તો માયાવમાં પણ સંભવે છે એટલે એ દષ્ટિએ તીર્થકર મહાનું નથી. તીર્થકરની વાણીની પ્રશંસા કરાઈ છે અને હરિભદ્રસૂરિજીના વચન દ્વારા એનું સમર્થન કરાયું છે. તીર્થકર જગતના કર્તા નથી વાતે મહાનું નથી એમ કહેવું ઉચિત નથી. એ વાત અસંખ્ય દાનને અંગે તેમજ નિત્યનિર્દોષતા માટે પણ સમજવાની છે. ટૂંકમાં ઔદયિક ભાવો કરતાં ક્ષાયિક ભાવો – જ્ઞાનાદિને લઈને તીર્થકરની મહત્તા છે એમ પ્રતિપાદન કરાયું છે. ર૭મું પદ્ય અશુદ્ધ જણાય છે. વાર્થને બદલે પાર્થ અને પૂઢને બદલે મૂઢ જોઈએ.
ત. દી. (પત્ર ૨૦ અ)માં જગત્કર્તુત્વવાદનું નિરસન કરાયું છે.
૫) ભક્તિ – જિનચૈત્ય અને જિનબિંબ તૈયાર કેવી રીતે કરવાં, એ માટે જમીનની શુદ્ધિ, અપ્રીતિનો પરિહાર, બૃત્યોને આપવો જોઈતો સંતોષ ઇત્યાદિ
૧. આ શબ્દ ત. દી.ની પ્રશસ્તિના નવમા પદ્યમાં પણ વપરાયો છે. ૨. “પૂરી રતિસમ્પ.”
૩. “THપતો ન મે વીરેથી શરૂ થતું પર્વ ત્રીજા પદ્ય તરીકે ગૂંથી લેવાયું છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org