________________
યશોદહનઃ ખંડ-૨
૨૩૩
ત. દી.માં પાતંજલ યોગદર્શનમાંથી કેટલાંક સૂત્રો અપાયાં છે. એના પત્ર ૧૫૭ આ માં ભોજનો ઉલ્લેખ છે.
(૨૭) ભિક્ષુ – આમાં ભાવ-ભિક્ષુ અને દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ દર્શાવાયું છે. વળી ભિક્ષુના પર્યાયો પણ અપાયા છે.
(૨૮) દીક્ષા – આમાં દીક્ષાની વ્યુત્પત્તિ, દીક્ષા આપવાની વિધિ, વચનક્ષાન્તિ અને ધર્મક્ષાન્તિ એમ ક્ષાન્તિના (ક્ષમાના) બે પ્રકાર, ક્ષત્તિના ઉપકાર, અપકાર, વિપાક, વચન અને ધર્મની અપેક્ષાએ પાંચ પ્રકાર, પ્રીતિ વગેરે ચાર અનુષ્ઠાનો અને પહેલાં બે અનુષ્ઠાનમાં ત્રણ પ્રકારની ક્ષત્તિ અને છેલ્લાં બેમાં બાકીની બે જાતની ક્ષાન્તિ, અતિચારો, સદ્દીક્ષાનું સ્વરૂપ તથા દીક્ષા પરત્વે દિગંબરોની ભ્રાન્તિ (શ્લો. ૩૧) એમ વિવિધ બાબતો વિચારાઈ છે. શ્લો. ૧૩માં વસન્તનૃપનો અથતુ હોળીના રાજાનો ઉલ્લેખ છે.
(૨૯) વિનય - વિનયની વ્યુત્પત્તિ, વિનયના જ્ઞાનાદિની અપેક્ષાએ પાંચ પ્રકાર, કાયિક, વાચિક અને માનસિક વિનયના અનુક્રમે આઠ, ચાર અને બે પ્રકારો અને અરિહંત, સિદ્ધ, કુળ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની અને ગણિ એ તેર પૈકી પ્રત્યેકના ભક્તિ, બહુમાન, પ્રશંસા અને અનાશાતનાને લક્ષીને ચચ્ચાર ઉપકાર', પર્યાયહીન પાઠકની વન્ધતા અને વિનયનાં વિવિધ ફળ એમ અનેક બાબતો અહીં આલેખાઈ છે.
(૩૦) કેવલિભુક્તિવ્યવસ્થાપન – આનાં પ્રારંભનાં પાંચ પદ્યોમાં કેવલીને કવલાહાર ન હોઈ શકે એ માટે દિગંબરો તરફથી રજૂ થતી દલીલો અપાઈ છે અને ત્યાર બાદ પ્રત્યેક દલીલનું યુક્તિપૂર્વક ખંડન કરાયું છે.
ત.દી. (પત્ર ૧૭૭ અ)માં પરÖમિવાળું પદ્ય ન્યાયાચાર્યે પોતાની એક કૃતિમાંથી આપ્યું છે. વિશેષમાં અહીં સમન્તભદ્રના ઉલ્લેખપૂર્વક નત્નિાર્થ વિના થી શરૂ થતું પદ્ય પણ આપ્યું છે.
(૩૧) મુક્તિ – આમાં મુક્તિના સ્વરૂપ સંબંધી નિમ્નલિખિત અજૈન મંતવ્યો રજૂ કરી કેટલાકનાં પ્રરૂપકોનો ઉલ્લેખ કરી તે તે મંતવ્યનું નિરસન કરાયું છે અને પ્રસંગવશાત્ જૈન મતનું સ્થાપન કરાયું છેઃ
(9) “જો :૩થ્વતી મુવત:”
(૨) પરમાત્માન નીવાત્મનો વિત્ત: – ત્રિદંડી ૧. એકંદર બાવન ઉપપ્રકારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org