________________
યશોદોહનઃ ખંડ-૨
૨૩૧ (૧૯) યોગવિવેક – આમાં નિમ્નલિખિત બાબતોને સ્થાન અપાયું છેઃ
ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ યોગના ત્રણ પ્રકારનાં લક્ષણ અને એના અધિકારી, પ્રાતિજ્ઞાનનો શ્રત અને કેવલજ્ઞાનથી ભેદભેદ, એ જ્ઞાનનો "ઋતંભર તરીકે નિર્દેશ, સામર્થ્યયોગના ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એવા બે પ્રકારોનું નિરૂપણ, કુલયોગી અને પ્રવૃત્તચયોગીનાં લક્ષણ, યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક એમ અવંચકના ત્રણ પ્રકારો તેમજ ઈચ્છાયમ, પ્રવૃત્તિમ, સ્વૈર્યમ અને સિદ્ધિયમ એમ ચતુર્વિધ યમનાં લક્ષણ.
નવમા પદ્યમાં વ્યાસનો ઉલ્લેખ છે.
(૨૦) યોગાવતાર – અહીં પતંજલિના મતે યોગના સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એવા બે પ્રકારો દર્શાવી સંપ્રજ્ઞાતના વિતકદિને લઈને ચાર ઉપપ્રકારો વર્ણવ્યા છે. ત્યાર બાદ સમાપત્તિનું લક્ષણ અને એના પ્રકારો તેમજ આત્માના બહિરાત્મા વગેરે ત્રણ પ્રકારો દર્શાવાયા છે. ત્યાર પછી સાચી શ્રદ્ધાથી યુક્ત બોધ તે દૃષ્ટિ એમ કહી એના મિત્રા વગેરે આઠ પ્રકારો, એને અંગે તૃણાદિની ઉપમા, એના અધિકારીઓ ઈત્યાદિ બાબતો રજૂ કરાઈ છે.
ત. દી. – (પત્ર ૧૨૫ એમાં ભદન્તભાસ્કરનો ઉલ્લેખ છે. ત. દી.માં પાતંજલ યોગદર્શનમાંથી કેટલાંક સૂત્રો અપાયાં છે.
આ વીસમી દ્વાáિશિકામાંના વીસમા પદ્યમાં “મિત્તએવો ઉલ્લેખ કરી ત. દી. (પત્ર ૧૨૩ અ)માં ન્યાયાચાર્યે દિગંબર ગ્રંથમાંથી સાક્ષી આપી છે અને એને અંગે એમણે નીચે મુજબનું વિધાન કર્યું છેઃ
__“ 'न चैतद्गाथाकर्तृदिगम्बरत्वेन महर्षित्वाभिधानं न निरवद्यम्' इति मूढधिया शङ्कनीयम्, सत्यार्थकथनगुणेन व्यासादीनामपि हरिभद्राचार्यैस्तथाऽभिधानादिति ।"
કહેવાની મતલબ એ છે કે આ ગાથાના કર્તા દિગંબર છે તો પછી એમને મહર્ષિ' કહેવા તે નિરવદ્ય ન ગણાય એવી શંકા મૂઢમતિએ ન કરવી જોઈએ, કેમકે
૧. આ નિર્દેશ પાતંજલ યોગદર્શનને આશ્રીને કર્યો છે. જુઓ ઋતુમ્મા તત્ર પ્રજ્ઞા || ૧૦૪s I
- સંપાદક. ૨. વ્યવહારનય અને નિશ્ચનયને લક્ષીને તાત્વિકતાનો અહીં વિચાર કરાયો છે. 3 जो जाणइ(दि) अरहन्ते(न्तं) दव्यत्तगुणत्तपज्जयत्तेहिं ।
सो जाणइ(दि) अप्पाणं मोहो खलु जाइ(दि) तस्स लयं ॥"
આ પવયણસારના પ્રથમ અધિકારનું ૮૦મું પર્વ છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org