________________
૨૩૬,
જીવનશોધન
બીજા ઉલ્લાસમાં આગમાદિ પાંચ વ્યવહારોનું નિરૂપણ કરાયું છે. તેમ કરતી વેળા તર્ક અને સિદ્ધાન્તનું સમતોલપણું સચવાયું છે.
ત્રીજા ઉલ્લાસમાં પાર્થસ્થાદિ કુગુરુઓનું વિસ્તૃત વર્ણન છે. એમાં ઉપસંપદ્ લેવાની એટલે કે ગચ્છાન્તર કરવાની પરિપાટીનું વર્ણન એટલું બધું વિશદ, વ્યવસ્થિત અને વિશાળ સ્વરૂપે અપાયું છે કે જૈન સંઘનો અને ખાસ કરીને શ્રમણ સંઘનો સમુચિત બંધારણનો ઈતિહાસ એ પૂરો પાડે છે.
ચોથા ઉલ્લાસમાં સુગુરુનાં સ્વરૂપનું નિરૂપણ છે. પુલાકાદિ પાંચ નિર્ગથોનું સ્વરૂપ ૩૬ દ્વાર દ્વારા એટલા બધા વિસ્તારથી અપાયું છે કે એને લઈને એ એક વિશિષ્ટ પ્રકરણ બની જાય છે.
ટૂંકમાં કહું તો આ સવૃત્તિક કૃતિ ભારતીય સંપ્રદાયોમાં ગુરુ વિષે તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરવા માટેનું ઉત્તમ સાધન છે.
ગુરુતત્તવિઝિશ્યની સ્વીપજ્ઞ ટીકા – મલયગિરિસૂરિજીએ આવસ્મય અને એની નિજુત્તિ ઉપરની પોતાની વૃત્તિ પત્ર ૩૭૧ અ)માં એવું વિધાન કર્યું છે કે નયવાક્યમાં “સ્મા’ શબ્દનો પ્રયોગ કરાતાં એ શેષ ધર્મોનો સંગ્રહ થઈ જાય છે અને આમ એ સમસ્ત વસ્તુનું ગ્રાહક બનતાં એ ન મટીને પ્રમાણ જ બની જાય છે, કેમકે નય તો એક જ ધર્મનો ગ્રાહક છે. આ માન્યતા અનુસાર સર્વ નયો એકાન્તના ગ્રાહક હોવાથી મિથ્યારૂપ છે.
આ માન્યતાની આલોચના ગુરુતત્તવિણિચ્છયની સ્વોપજ્ઞ ટીકા પત્ર ૧૭ આ)માં નીચે મુજબ કરાઈ છેઃ
નયાન્તર સાપેક્ષ નયનો પ્રમાણમાં અંતર્ભાવ કરવાથી વ્યવહારનયને પ્રમાણ ગણવો પડશે, કેમકે એ વ્યવહારનય નિશ્ચયની અપેક્ષા રાખે છે. એ રીતે ચારે નિક્ષેપને વિષય બનાવનાર શબ્દ' નય પણ ભાવવિષયક શબ્દનયની અપેક્ષા રાખતો હોવાથી પ્રમાણ બની જશે. ખરી વાત તો એ છે કે નયવાક્યમાંનું યાતુ પદ પ્રતિપક્ષી નયના વિષયની સાપેક્ષતા ઉપસ્થિત કરે છે, નહિ કે અન્ય અનંત ધર્મોનો પરામર્શ કરે છે. જો એમ ન હોય તો અનેકાન્તમાં સમ્યગુ એકાન્તનો અંતભવ જ નહિ થઈ શકશે. સમ્યગુ એકાન્ત એટલે પ્રતિપક્ષી ધર્મની અપેક્ષા રાખનાર એકાન્ત. એથી કરીને ‘સ્યાએ અવ્યયને અનેકાન્તતાનો દ્યોતક માન્યો છે, નહિ કે અનંત ધર્મનો પરામર્શ કરનાર. એથી પ્રમાણ વાક્યમાં સ્વાત' પદ અનંત ધર્મોનો પરામર્શ કરે છે, જ્યારે નયવાક્યમાં એ પદ પ્રતિપક્ષી ધર્મની અપેક્ષા જણાવે છે. જુઓ પ્રો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org