________________
૨૨૪
જીવનશોધન
વતો પણ નથી તેને સર્વ સંઘે શ્રમણસંઘની બહાર કાઢવો.
ઉલ્લેખ – આ કૃતિમાં પાંચમા પદ્યમાં ધમ્મરયણનો, ૮૦મામાં ભગવાઈનો અને ૧૬ ૮મા તેમજ ૨૦૫મામાં ગચ્છાયારનો ઉલ્લેખ છે. ૭૧મા પદ્યમાં સંમઈનો ઉલ્લેખ કરી એ પછીનું ૭મું પદ્ય એમાંથી અવતરણરૂપે અહીં અપાયું છે.
સતુલન – સાધુનાં લક્ષણો દર્શાવતી પ્રાચીન કૃતિઓ આ સંબંધમાં વિચારી શકાય.
છાયા – પ્રસ્તુત કૃતિની સંસ્કૃત છાયા રચાઈ છે અને એ પ્રકાશિત છે."
વિવરણ – પ્રસ્તુત કૃતિ ઉપર કોઈએ પાઈય કે સંસ્કૃતમાં ટીકા રચી હોય કે કોઈએ પણ એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હોય એમ જણાતું નથી.
યતિધર્મ બત્રીસી – આ કૃતિને કેટલાક સંજમ બત્રીસી કહે છે. આ બંને નામમાં જે બત્રીસી' શબ્દ છે તે આ કૃતિની પદ્યસંખ્યા જે બત્રીસની છે તેનું દ્યોતન કરે છે. પ્રસ્તુત કૃતિ ગુજરાતીમાં “દોહામાં રચાયેલી છે એમાં જૈન યતિના એટલે કે મુનિના નિમ્નલિખિત દસ ધર્મોનું નિરૂપણ છેઃ
(૧) ક્ષમા, (૨) માર્દવ (મૃદુતા), (૩) આર્જવ (ઋજુતા યાને સરળતા), ) મુક્તિ યાને લોભનો ત્યાગ, (૫) તપ, (૬) પસંયમ, (૭) સત્ય, (૮) શૌચ યાને નિરતિચારતા, (૯) અકિંચનતા અને (૧૦) બ્રહ્મચર્ય.
આ દસ ધર્મની બાબત પદ્ય ર-૧રમાં દર્શાવાઈ છે. એમાં ક્ષમાના તેમજ વચન-ધર્મના બબ્બે ભેદ સમજાવાયા છે. પહેલા અને ર૬મા પદ્યમાં ભાવયતિનું અને ભાવ-નિર્મથનું એકેક લક્ષણ અપાયું છે. પાપ-શ્રમણ વિષે કેટલુંક કથન છે. ૨૮મા પદ્યમાં કહ્યું છે કે જનમનરંજન ધર્મનું મૂલ્ય એક બદામ જેટલું પણ નથી. અંતમાં કર્તાએ વાચક' તરીકે પોતાનો નિર્દેશ કર્યો છે.
સાક્ષીરૂપ ગ્રંથો – આ કૃતિમાં નિમ્નલિખિત ગ્રંથોની સાક્ષી અપાઈ છેઃ
૧. જુઓ પૃ. ૨૨૨ ૨. આ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૫૫-૪૫૮)માં પ્રકાશિત કરાઈ છે. ૩. ક્વચિત્ હિન્દીની છાંટ જોવાય છે. ૪. જુઓ સમવાય (સુર ૧૦), ત. સૂ. (અ. ૯, સૂ. ૬) અને પવયણસારુદ્ધાર (ગા. પ૫). ૫. આના સત્તર ભેદનો અહીં બાંધભારે ઉલ્લેખ છે. એ ભેદો પવયણસારુદ્ધાર (ગા. ૫૫૫)માં
ગણાવાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org