________________
યશોદોહનઃ ખંડ-૨
૨૨૧ ગ્રંથ દ્વારા મુનિમાર્ગની શરૂઆતથી તે એમની અંતિમક્રિયા – એમના વ્યવહારના ઉપર વેધક પ્રકાશ પાડ્યો છે. એમણે (૧) પ્રજ્યા, (૨) પ્રવ્રુજિતોની રોજની ક્રિયા, (૩) ક્રિયાનિષ્ઠ મુનિને અંગેની ઉપસ્થાપના-વિધિ, (૪) અનુયોગ અને ગણની
અનુજ્ઞાની વિધિ તેમજ (૫) સંલેખનાની વિધિ. એમ પાંચ વસ્તુઓ – બાબતો વિસ્તારથી રજૂ કરી છે. એ પૈકી સંખનાને છોડી દઈને અને પ્રતિદિન ક્રિયાનો નામમાત્ર ઉલ્લેખ કરીને અને બાકીની ત્રણ બાબતો વિસ્તારથી દર્શાવી અને તેમ કરવા માટે પંચવઘુગનો ભારોભાર ઉપયોગ કરીને આ માર્ગ પરિશુદ્ધિ નામનો ગ્રંથ તૈયાર કરાયો છે. અંતિમ બે પદ્યોમાં કર્તાની ગુરુપરંપરાનો નિર્દેશ છે.
૩૧૮મા પદ્યમાં પરમાનન્દી શબ્દનો પ્રયોગ કરાયો છે. પાંચમા પદ્યમાં સોમિલનો અને બારમામાં માષતુષનો ઉલ્લેખ છે.
સ્યાદ્વાદ, નિશ્ચય અને વ્યવહાર વિષે કેટલીક માહિતી લગભગ શરૂઆતમાં અપાઈ છે.
"સામાયારી પવરણ (સામાચારી પ્રકરણ) – આ પ્રકરણમાં જ. મ. માં રચાયેલાં ૧૦૧ પદ્યો છે. પ્રથમ પદ્યમાં કર્તાએ કહ્યું છે કે હે વર્ધમાન સ્વામી ! હું તારી સ્તુતિ કરીને કૃતાર્થ થાઉં. અંતિમ પદ્યમાં પણ વીરનું સ્મરણ કરી કર્તાએ એમની પાસે સમ્યકત્વની યાચના કરી છે. બીજા પદ્યમાં આત્માનો “સામાચારી તરીકે નિર્દેશ છે. ત્રીજા પદ્યમાં કહ્યું છે કે નિશ્ચયનય પ્રમાણે ઈચ્છાકારાદિથી ગ્રાહ્ય પરિણામ એ સામાચારી છે, જ્યારે વ્યવહારનય પ્રમાણે દશવિધ શબ્દપ્રયોગ સામાચારી છે. ચોથા અને પાંચમા પદ્યમાં દશવિધ સામાચારીનાં નામ ગણાવાયાં છે. એ નામો એના નિરૂપણને લગતી પદ્યસંખ્યા સહિત હું નીચે મુજબ દર્શાવું છું: (૧) ઇચ્છાકાર (૬-૧૯), (૨) મિથ્યાકાર (
૨૨૯), (૩) તથાકાર (૩૩૫), (૪) આવશ્યકી (૩૬-૪૦), (૫) નૈષેલિકી (૪૧-૪૫), (૬) આપૃચ્છા (૪૬-૫૦), (૭) પ્રતિપૃચ્છા (૫૨-૫૪), (૮) ઇન્દના (૫૫-૬૧), (૯) નિમત્રણા (૬૨-૬૮) અને (૧૦) ઉપસંપદ્ (૬૯૯૭).
૧. આ કૃતિ સ્વોપજ્ઞ વિવરણસહિત, આરાધક વિરાધક ચતુર્ભગી સટીક)ની સાથે જૈ. આ.
સ.” તરફથી વિ. સં. ૧૯૭૩માં પ્રકાશિત કરાઈ છે. ૨. આ નામ સ્વોપજ્ઞ વિવરણના પ્રારંભના – આદ્ય પદ્યમાં અપાયું છે. ૩. આ ભાવ-સામાચારી છે. ૪. આ દ્રવ્ય-સામાચારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org