________________
૨૨૦
જીવનશોધન
છે. તેરમા પદ્યમાં સિદ્ધાન્તાદિમાં નિષ્ણાત “વાચક શક્ર” લાવણ્યવિજયે આ શાસ્ત્રનું (વૃત્તિનું સંશોધન કર્યાનો ઉલ્લેખ છે. આ જોતાં પ્રસ્તુત વૃત્તિના બે સંશોધક છે.
"ટિપ્પણ (ઉ. વિ. સં. ૧૭૩૧) – યશોવિજયગણિએ ઉપર્યુક્ત સ્વોપજ્ઞ વૃત્તિ ઉપર સંસ્કૃતમાં ટિપ્પણો રચ્યાં છે એમ મનાય છે. એનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયેલું છે. આ ટિપ્પણનું પરિમાણ એક હજાર શ્લોક જેટલું હશે.
માર્ગપરિશુદ્ધિ – આ સંસ્કૃત ગ્રંથ ૩૨૦ પદ્યમાં રચાયેલો છે. એના આપણે મુખ્ય પાંચ વિભાગ પાડી શકીએ:
(૧) ગ્રંથની પીઠિકા (૧-૪૮), (૨) દીક્ષાની વિધિ (૪૯-૮૮), (૩) ઉપસ્થાપનાની વિધિ (૮૯-૧૨૯), (૪) અનુયોગાનુજ્ઞા અને ગણાનુજ્ઞાની વિધિ (૧૩૦૨૮૭), અને (૫) ઉપદેશનું રહસ્ય (૨૮૮-૩૧૮). - સંતુલન – સમભાવભાવી હરિભદ્રસૂરિજીએ પંચવઘુગ નામના પદ્યાત્મક
૧. આ ટિપ્પણી ન્યા. . મૃ. પૃ. ૨૦)માં ન્યાયાચાર્યનાં હોવાનો ઉલ્લેખ છે. આ ટિપ્પણો
છે. આ. સ. તરફથી છપાયાનું અહીં કહ્યું છે તો તે શું ખરું છે ? દે. લા. જે. પુ. સંસ્થા તરફથી પ્રકાશિત પૂર્વભાગના તેમજ ઉત્તરભાગના પણ પત્ર ૧ અ ઉપર નીચે મુજબ ઉલ્લેખ છે: धर्मसंग्रहः ॥ [न्यायविशारदन्यायाचार्यश्रीमद्यशोविजयप्रणीतान्तर्गतटिप्पणीसमेत:] એ મુજબ એમાં ટિપ્પણો અપાયાં છે. આમ આગમોદ્ધારક આનન્દસાગરસૂરિજી ટિપ્પણોના રચનાર યશોવિજયગણિ હોવાનું માને છે. ૨. જુઓ પૃ. ૨૧૯ ૩. જુઓ મારો લેખ નામે “ધર્મસંગ્રહની સ્વોપણ વૃત્તિના સંશોધકો અને ટિપ્પણકાર.” આ
લેખ “આ. પ્ર.” પૃ. ૫૫, એ. ૯)માં છપાયો છે. ૪. આ નાનકડો ગ્રંથ “મુ. કે. જે. મો."માં પુષ્માંક ૯ તરીકે વિ. સં. ૧૯૭૬માં પ્રકાશિત
કરાયો હતો. એનું સંપાદન ૫. મોહનવિજયજી (પાછળથી મોહનસૂરિજી)એ કર્યું હતું. ત્યાર બાદ આ ગ્રંથ “જૈ. ઍ. પ્ર. સ." તરફથી વિ. સં. ૨૦૩માં જઈલખણ સમુચ્ચય અને વિર સ્તવન સહિત છપાવાયો છે. એમાં ૧૮મા પદ્યથી ૨૮૬મા પર સુધીનાં ૨૬ ૭ પદ્યો પૈકી પ્રાય: પ્રત્યેકના પ્રારંભમાં પંચવત્યુગની સંવાદી ગાથાનો અંક અપાયો છે અને ૧૭૮મા પદ્ય માટે તો ટીકા' એવો પણ ઉલ્લેખ કરાયો છે. આમ જે અંકો અપાયા છે તેથી આ પ્રકાશન સમૃદ્ધ અને વિશેષ ઉપયોગી બન્યું છે. હવે પછીના પ્રકાશનમાં સંવાદી
ગાથાઓ અપાશે તો એ વધારે લાભદાયી બનશે. ૫. આ પદ્યક છે. ૬. આની માહિતી માટે જુઓ અ. જ. ૫. ખંડ ૨)નો મારો અંગ્રેજી ઉપોદ્દાત પૃ. ૨૨૮)
તેમ જ મ. યા. હ. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org