________________
૨૧૮
(૧૪) નિવૃત્તિ પરત્વે રાજકન્યાનું દૃષ્ટાંત ઉપનયસહિત અપાયું છે.
(૧૫) નિવૃત્તિને અંગે એક સાધુનું દૃષ્ટાંત અપાયું છે. અને એક ગાથા પાઈયમાં અપાઈ છે. આમ નિવૃત્તિ પરત્વે બે દૃષ્ટાંત છે.
જીવનશોધન
(૧૬) નિન્દા માટે ચિત્રકારની પુત્રીનું દૃષ્ટાંત સવિસ્તર અપાયું છે. એ પુત્રી રાજાને પોતાને મહેલે રાખવા માટે દાસીને કોયડો રોજ એક રાતે પૂછે અને બીજી રાતે પોતે તેનો ઉત્તર આપે. આવા નીચે મુજબના કોયડા અહીં અપાયા છે :
(૧) કોણ પરણે ? (૨) રાત છે કે દિવસ ? (૩) પેટીને કેટલા દિવસ થયા ? (૪) રત્નો કેવી રીતે જાણ્યાં ? (૫) અગ્નિમાં કોણ પેસે ? અને (૬) સોનાનાં કડાં. (૧૭) ગર્હ માટે પતિમારિકાનું એક દૃષ્ટાંત ઉપનયપૂર્વક અપાયું છે. અહીં એક પદ્ય સંસ્કૃતમાં છે.
(૧૮) શુદ્ધિને અંગે વસ્ત્રનું દૃષ્ટાંત આપી એનો ઉપનય રજૂ કરાયો છે. વળી શોધિ માટે રાજા અને વૈદ્યનું એક બીજું દૃષ્ટાંત અપાયું છે.
રચના-વર્ષ અને રચના-સ્થળ - છેલ્લી ઢાલમાં છેલ્લી કડીમાં પ્રસ્તુત સજ્ઝાય સુરતમાં યુગ-યુગ-મુનિ-વિધુ વર્ષે એટલે કે વિ. સં. ૧૭૨૨ કે ૧૭૪૪માં રચાયાનો ઉલ્લેખ છે, કેમકે ‘યુગ’થી બે તેમજ ચાર એમ બે અંક દર્શાવાય છે.
દૃષ્ટાંતો – પ્રતિક્રમણથી માંડીને શોધિ માટે એકંદર દસ દૃષ્ટાંત અપાયાં છે. તેમાં નિવૃત્તિ અને શોધિ માટેનાં બબ્બે દૃષ્ટાંતમાંથી બીજું દૃષ્ટાંત બાજુએ રાખતાં બાકીનાં આઠ દૃષ્ટાંતોનો નિર્દેશ આવસ્ટયની નિજ્જુત્તિ (ગા. ૧૨૪૨)માં કરાયો છે, જ્યારે એનું સંક્ષિપ્ત વિવેચન આ આગમની ચુણિ(ભા. ૨, પત્ર ૫૩-૬૨)માં છે.
આ આઠે દૃષ્ટાંતો થોડાઘણા વિસ્તારથી શ્રાવકોને લગતાં પ્રતિક્રમણસૂત્રોને અંગેનાં કેટલાંક પુસ્તકોમાં અપાયાં છે. દા. ત. શ્રી પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધ-ટીકા (ભા. ૨, પરિશિષ્ટ ૩, પૃ. ૬૩૭-૬૪૯).
ધર્મસંગ્રહ વિ. સં. ૧૭૩૧)
-
Jain Education International
આ ૧૫૯ પદ્યમાં સંસ્કૃતમાં અનુમાં
૧. આ સંબંધમાં મેં મૂર્ખાસનનો ચોથો પાયો” નામના લેખમાં કેટલીક માહિતી આપી છે. આ લેખ “ગુજરાતી’”માં તા. ૧૦-૪-૪૯ના અંકમાં છપાયો છે.
૨. આ કૃતિ સ્વોપન્ન વૃત્તિ તેમજ ન્યાયાચાર્યમૃત વૃત્તિને અંગેનાં ટિપ્પણો કે જે ચોખંડા કૌંસમાં અપાયાં છે તે સહિત બે ભાગમાં “દે. લા. જૈ. પુ. સંસ્થા'' તરફથી ઈ. સ. ૧૯૧૫ અને ૧૯૧૮માં અનુક્રમે પ્રસિદ્ધ કરાઈ છે. આ પૂર્વે આ કૃતિનાં પહેલાં ૨૯ પદ્યો એને લગતી સ્વોપન્ન વૃત્તિ તેમજ એ બંનેના ગુજરાતી ભાષાંતર સહિત “જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ'
For Private & Personal Use Only
www.jainelibrary.org