________________
યશોદોહન : ખંડ–૨
સૂચવી ‘પ્રતિક્રમણ’ અર્થવાળા નિમ્નલિખિત આઠ પર્યાય ગણાવાયા છેઃ
પડિક્કમણ (પ્રતિક્રમણ), પડિઅરણ (પ્રતિચરણ), પવત્તિ પ્રવૃત્તિ), પરિહરણા (પરિહરણા), વારણા (વારણા), નિવત્તિ નિવૃત્તિ), નિન્દા (નિન્દ્રા), ગરા (ગર્હ) અને સોહી (શુદ્ધિ).
(૪-૬) આ ત્રણ ઢાલમાં જૈવસિક પ્રતિક્રમણની વિધિ દર્શાવાઈ છે.
પાંચમી ઢાલના અંતમાં કહ્યું છે કે દૈવસિક પ્રતિક્રમણમાં ગુરુ એક શ્રુતિ (સ્તુતિ) કહે, જ્યારે પાક્ષિકાદિમાં ત્રણ કહે. સાધુ અને શ્રાવક સહુ સાથે ઊંચે સ્વરે થઈ કહે.
છઠ્ઠી ઢાલની પહેલી કડીમાં કહ્યું છે કે શ્રાવિકા અને સાધ્વી “સંસારદાવાનલ”ની ત્રણ ગાથા બોલે.
અંતમાં પ્રતિક્રમણ’ પદથી ક્રિયા, કર્તા અને કર્મ કેવી રીતે સમજવાં તે દર્શાવાયું
છે.
૨૧૭
(૭) આ ઢાલમાં રાત્રિક પ્રતિક્રમણની વિધિ બતાવાઈ છે.
(૮) આ ઢાલમાં પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક એમ ત્રણ પ્રકારનાં પ્રતિક્રમણોની વિધિ દર્શાવાઈ છે.
(૯) આ ઢાલમાં પડિક્કમણું' એટલે શું તે સૂચવાયું છે.
(૧૦) આ ઢાલમાં પ્રતિક્રમણને અંગે માર્ગનું દૃષ્ટાંત આપી તેનો ઉપનય દર્શાવાયો છે.
(૧૧) મનની ચંચળતા દર્શાવવા અનેક ઉદાહરણો અપાયાં છે. પ્રતિચ૨ણાને સમજાવવા પ્રાસાદનું દૃષ્ટાંત આપી તેનો ઉપનય સમજાવાયો છે.
(૧૨) પ્રતિહ૨ણા સમજાવવા માટે દુગ્ધ-કાય યાને દૂધની કાવડનું દૃષ્ટાંત ઉપનયપૂર્વક અપાયું છે.
(૧૩) વારણાને અંગે વિષથી મિશ્રિત તળાવનું ઉદાહરણ રજૂ કરી એનો ઉપનય દર્શાવાયો છે.
૧. દા. ત. નદીને બાંધી શકાય, નહિ કે સમુદ્રને; નાનો પર્વત હોય તો ચઢાય, નહિ કે મેરુ; શરીરે બાથ ભીડાય, નહિ કે ગગનને; સરોવર તરી જવાય, નહિ કે સામી ગંગા; તેમજ વચન અને શરીર બાંધી શકાય, નહિ કે મન.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org