________________
૨૧૬
જીવનશોધન *, *, જલેબી, ખાજા, ઘેબર, ગુંદવડાં નાગોરી પીંડા પેંડા) અને પૂરી.
હેતુગર્ભ પડિક્ષ્મણની સાય વિ. સં. ૧૭૨૨ કે ૧૭૪જી – આ ગુજરાતી કૃતિનો પ્રારંભ દુહામાં રચાયેલી પ્રસ્તાવ રૂપ ચાર કડીથી કરાયો છે. ત્યાર બાદ ૧૯ ઢાલ છે. એની ગુજરાતીમાં રચાયેલી કડીઓની સંખ્યા નીચે મુજબ છે :
૧૦, ૬, ૯, ૭, ૧૧, ૯, ૧૧, ૮, ૫, ૯, ૧૯, ૧૧, ૬, ૭, ૪, ૪૧, ૧૧, ૮ અને ૬.૫
૧૮મી ઢાલ પછી ચાર દુહા છે. ૧૫મી ઢાલમાં ત્રીજી કડી પછી એક પદ્ય પાઈયમાં છે. ૧૭મી ઢાલમાં સાતમી કડી પછી “થત:” ઉલ્લેખપૂર્વક એક પદ્ય સંસ્કૃતમાં છે. આઠમી ઢાલમાં ઢાલ અને નૂક એમ અનુક્રમે ઉલ્લેખ છે. પ્રસ્તાવમાં કહ્યું છે કે જેને હેતુની રુચિ હોય તેને ઉદ્દેશીને હેત દેખાડાય છે.
૧૯ ઢાલના વિષય અનુક્રમે નીચે પ્રમાણે છેઃ
(૧) પડિક્કમણપ્રતિકમણ)ના સામાયિકાદિ છ અધિકાર છે. અને એ દ્વારા ચારિત્રાદિકની શુદ્ધિ થાય છે. દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણના ઉત્સર્ગથી તેમજ અપવાદથી સમય દર્શાવાયા છે. ઉત્સર્ગથી સૂર્ય અડધો ડૂબે – અસ્ત પામે એ દૈવસિક પ્રતિક્રમણનો સમય છે. અપવાદથી દૈવસિક પ્રતિક્રમણનો સમય મધ્યાહથી માંડીને અર્ધરાત્રિ મધરાત) સુધીનો છે, જ્યારે રાત્રિક પ્રતિક્રમણનો સમય અર્ધરાત્રિથી મધ્યાલ સુધીનો છે. અંતમાં જિનેશ્વરને “નૃપતિ' કહ્યા છે અને ગુરુને મંત્રી' કહ્યા
(૨) બાર અધિકારે ભાવ-જિન, દ્રવ્ય-જિન ઇત્યાદિને અનુક્રમે વંદના કહી છે. છેલ્લી કડીમાં ચાર ખમાસમણ (ખમાસમણાં) દઈને શ્રાવકને વંદન કરવાની વાત કહી છે.
(૩) અતિચારોની શુદ્ધિ કેમ કરવી – કયું સૂત્ર ક્યારે બોલવું તે દર્શાવી અંતમાં પ્રતિક્રમણ એટલે સ્વસ્થાનકથી બહાર ગયેલાનું પાછા (સ્વસ્થાને આવવું એવો અર્થ ૧૨. આઠ પ્રભાવક અને યતના માટે કોઈ મીઠાઈનો ઉલ્લેખ નથી. ૩. આ કૃતિ પ્રતિકમણ હેતુગર્ભિત સ્વાધ્યાયના નામથી ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૩૬ ૩૯૯)માં
છપાવાઈ છે. ૪. કર્તાએ આદ્ય પદ્યમાં “સઝાય' શબ્દ વાપર્યો છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે : હેતુગર્ભ પડિક્કમણનો, કરયું સરસ સઝાય.” અહીં “સઝાયનો નરજાતિ તરીકે પ્રયોગ છે. ૫. આમ એકંદર ૧૯૮ કડી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org