________________
૨૧૪
જીવનશોધન
“વિવરણ – આ કૃતિ ઉપર યશોભદ્રસૂરિએ સંસ્કૃતમાં વિવરણ રચ્યું છે.
યોગદીપિકા - ષોડશક પ્રકરણ ઉપર ન્યાયાચાર્યે સંસ્કૃતમાં જે વ્યાખ્યા યાને વૃત્તિ રચી છે તેનો એના અંતમાંની પુષ્યિકામાં યોગદીપિકા તરીકે ઉલ્લેખ છે. એની રચનામાં ઉપર્યુક્ત વિવરણનો સવિશેષ ઉપયોગ કરાયો છે. કોઈ કોઈ નવીન બાબત પણ અપાઈ છે. દા.ત. અંતિમ અધિકારનું અંતિમ પદ્ય કર્તાના શિષ્ય રચ્યું છે એમ બીજાઓ કહે છે એ વાત ઉપર્યુક્ત વિવરણમાં નથી.
આઠમા અધિકારના ચોથા પદ્યનું સામાન્ય અને સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ વિવરણમાં છે, જ્યારે એનું વિસ્તૃત અને તાર્કિક દૃષ્ટિએ સ્પષ્ટીકરણ યોગદીપિકામાં છે. એમાં મીમાંસકના, ‘મણિકના તેમજ પ્રતિષ્ઠાની વિધિ ઉપર વિશેષ ભાર મૂકનારના મતોની આલોચના કરાઈ છે.
ભાષાંતર – ષોડશકના પહેલા આઠ અધિકારનું ગુજરાતીમાં વિવેચન સહિત ભાષાંતર કરાયું છે.
“સમકિતના સડસઠ બોલની સજઝાય – સમભાવભાવી હરિભદ્રસૂરિજીએ દેસણસુદ્ધિ યાને દરિસણસત્તરી નામની સિત્તેર ગાથાની કૃતિ જ. મમાં આનું મનાય છે. એના ઉપર સંઘતિલકસૂરિજીએ વિ. સં. ૧૪રરમાં આ કૃતિ ઉપર સંસ્કૃતમાં જે વૃત્તિ રચી છે તેમાં પ્રારંભમાં પત્ર ર આ માં આ કૃતિને સમ્યકત્વ સપ્તતિકા તરીકે અને એ વૃત્તિની પ્રશસ્તિ (શ્લો. ૯૦માં આ કૃતિનો સમ્યકત્વસપ્તતિ તરીકે ઉલ્લેખ છે. આ મૂળ કૃતિની ગા. પ-૬ એ કોઈ પૂર્વકાલીન મુનિવરની રચના છે – એ અવતરણ રૂપ છે. એમાં સમ્યકત્વને અંગે નિમ્નલિખિત સડસઠ બાબતો બોલ) ગણાવાયેલ છે :
૪ શ્રદ્ધાન, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, ૫ દોષ, ૮ પ્રભાવક, ૫ ભૂષણ, ૫ લક્ષણ, ૬ યતના, ૬ આકાર (આગાર), ૬ ભાવના અને ૬ સ્થાન.
આમ જે બાર વિષયો અહીં દર્શાવાયા છે તેની સમજણ એકેક ઢાલ દ્વારા
૧. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૧૩, ટિ. ૩ ૨. જુઓ પત્ર ૪૨ અ. ૩. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૧૩, ટિ. ૩ ૪. આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧ પૃ. ૩૧૩ર૯)માં અને એ પૂર્વે ગુજરાતી સ્પીકરણપૂર્વક
આ કૃતિની ત્રીજી આવૃત્તિ મહેસાણાથી “યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” તરફથી
ઈ. સ. ૧૯૦૮માં પ્રકાશિત કરાઈ છે. ૫. કર્તાએ “સક્ઝાય' શબ્દ આ કૃતિમાં કોઈ સ્થળે વાપર્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org