________________
૨૧૨
અધ્યાત્મ વિસ્તૃત વર્ણન છે.
વિવેચન – પ્રસ્તુત સમાધિશતકનું ગુજરાતીમાં વિવેચન મુનિશ્રી (કાલાંતરે સૂરિ) બુદ્ધિસાગરજીએ કર્યું છે. એમાં એમણે પૂજ્યપાદકૃત સમાધિતંત્રને પણ સ્થાન આપ્યું છે અને સાથે સાથે એના પદાર્થ અને ભાવાર્થ પણ આપી તેમજ પ્રસંગવાતુ આનંદઘનની તેમજ ઉપાધ્યાયજીની કોઈ કોઈ કૃતિમાંથી અવતરણ આપી વિવેચનને સમૃદ્ધ અને વિશદ બનાવ્યું છે.
સમતાશતક યાને સામ્યશતક - આ ૧૦૫ પદ્યમાં દોહામાં રચાયેલી હિન્દી કૃતિ છે. એમાં સમતાનું સ્વરૂપ સમજાવાયું છે. કર્તાએ અંતમાં પોતાનો ઉલ્લેખ “કવિ જશવિજય” તરીકે કર્યો છે.
ઉદ્ધરણ – અંતિમ પદ્યમાં કહ્યું છે કે આ કૃતિ મુનિ હેમવિજયને માટે સામ્યશતકમાંથી ઉદ્ધત કરી છે. ચંદ્ર કુળના અભયદેવસૂરિના શિષ્યાણ સિંહવિજયે ૧૦૬ પદ્યમાં સંસ્કૃતમાં સામ્યશતક રચ્યું છે. એના લગભગ ભાવાનુવાદ રૂપે પ્રસ્તુત કૃતિ યોજાઈ છે.
૧. આ વિવેચન મૂળ સહિત સમાધિશતકમ્ અને આત્મશક્તિ પ્રકાશના નામથી ઈ. સ.
૧૯૦૬માં પ્રકાશિત પુસ્તકમાં છપાવાયું છે. ૨. આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૫૯-૪૬૮)માં છપાવાઈ છે. ૩. એમને અંતિમ પદ્યમાં છ તર્કરૂપ વિદ્યાના વનમાં સિંહ અને અધ્યાત્મજ્ઞાનશાળી કહ્યા
૪. આને બદલે ‘વિજયસિંહ હોય તો ના નહિ. ૫. આ કૃતિ “એ. એમ. એન્ડ કંપની” તરફથી મુંબઈથી ઈ. સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાઈ
છે. એ પૂર્વે આ સામ્યશતક મુનિશ્રી બુદ્ધિસાગરજીકૃત ગુજરાતી ભાવાર્થ સહિત
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ” તરફથી . સ. ૧૯૦૯માં આ મુનિશ્રીએ રચેલ જે Jain Educatપરમાત્મજ્યોતિ પ્રકાશિત કરાયેલ છે તેમાં પૃ. ૪૪૧-૪૫૯માં છપાવાયું છે..
www.jainelibrary.org
Jain Education Interlatonan
For Private & Persona Use Only