________________
યશોદોહનઃ ખંડ-૨
૨૦૭ મહાવીરસ્વામીને માતા, ગુરુ, પિતા ઈત્યાદિ તરીકે સંબોધ્યા છે. અંતિમ પદ્યમાં કર્તાએ પોતાના ગુરુનો ઉલ્લેખ કર્યો છે.
આદ્ય પદ્યમાં મહાવીરસ્વામીનો સમાપત્તિના પાત્ર તરીકે નિર્દેશ છે.
આ કૃતિ યોગની નસરણી ઉપર આરૂઢ થવામાં ઉપયોગી થઈ પડે એવી ભક્તિનું પ્રતિપાદન કરે છે. એ કૃતિ યોગની વિચારણા માટે કેટલીક સામગ્રી પૂરી પાડે છે. એમાં આલંબન યોગ, નિરાલંબન યોગ, અવંચક યોગ, શાસ્ત્ર યોગ, સામર્થ્ય યોગ અને ઈચ્છા યોગ વિષે ઉલ્લેખ છે. વિશેષમાં કર્તાએ પાંચમા પદ્યમાં કહ્યું છે કે ઇચ્છા યોગથી અમને જે સુખ મળે છે તેની આગળ ઈન્દ્રની પદવી અને ચક્રવર્તીના ભોગ કંઈ હિસાબમાં નથી.
જશવિલાસ - આ ગ્રન્થ વિવિધ કૃતિઓના સમૂહરૂપ છે. એ કૃતિઓ નીચે મુજબ છે એમ ગૂ. સા. સં. (ભા. ૧, પૃ. ૧૮૫) જોતાં જણાય છે:
(૧) નવનિધાન નવ સ્તવનો, (૨) વિશિષ્ટ જિન-સ્તવનો, (૩) સામાન્ય જિનસ્તવનો, (૪) નેમ-રાજુલનાં ગીતો, (૫) આધ્યાત્મિક પદો, (૬) છંદ, (૭) સ્તુતિ અને (૮) હરિયાલી.
આધ્યાત્મિક પદો – ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૧૪૭-૧૮)માં આ શીર્ષક દ્વારા છત્રીસ પદો અપાયાં છે. એમાં ૩૩મું પદ “હોરી ગીત” અને ૩૫મું પદ
હરીઆલી” છે. પૃ. ૨૫૨ ઉપર “સાચા મુનિ” એ નામથી અને “પવન કો કરે તોલથી શરૂ થતું જે પદ અપાયું છે તે પણ “હરીઆલી” ગણાય. આ પદ તેમજ પૃ. ૧૫૫ ગત “સાચો ધર્મ" નામનું પદ ઈ. સ. ૧૯૩૬ પહેલાંના કોઈ પ્રકાશનમાં નહિ હોવાનું અને એ રીતે એ સૌથી પ્રથમ ઉપર્યુક્ત ચૂત સા. સં. માં જ પ્રથમ અપાયાનું એ પુસ્તકના “પ્રકાશકના બે બોલમાં સૂચન છે.
ભીમસિંહ માણકે વૈરાગ્યોપદેશક વિવિધ પદસંગ્રહના નામથી જે પુસ્તકની બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૦રમાં પ્રકાશિત કરી છે તેમાં જસવિલાસ, વિનયવિલાસ અને જ્ઞાનવિલાસ તેમજ સંયમતરંગ તથા અંતમાં આનંદઘન મુનિવરની સ્તુતિરૂપ અષ્ટપદીને સ્થાન અપાયું છે. આ જસવિલાસમાં ૭૫ પદો છે. એ પૈકી ૪૧ પદો સ્તવનો તરીકે અને બાકીનાં આધ્યાત્મિક પદો તરીકે ગૂ. સા. સં. માં સંપાદકને યોગ્ય જણાય એ ક્રમે અપાયાં છે.
જસવિલાસની પેઠે વિનયવિજયજી ગણિએ વિનયવિલાસ અને જ્ઞાનસારે જ્ઞાનવિલાસની રચના કરી છે વિનયવિલાસમાં ૩૭ પદો અને જ્ઞાનવિલાસમાં ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org