________________
યશોદોહનઃ ખંડ-૨
૨૦૫ યોગદષ્ટિસમુચ્ચય નામની મહત્ત્વની અને જૈનોનું ઉપલબ્ધ સાહિત્ય જોતાં અભૂતપૂર્વ એવી કૃતિ રચી છે. એમાં એમણે યોગની નિમ્નલિખિત આઠ દૃષ્ટિઓનું નિરૂપણ કર્યું છે:
(૧) મિત્રા, (૨) તારા, (૩) બલા, (૪) દિપ્રા. (૫) સ્થિરા, (૬) કાન્તા, (૭) પ્રભા અને (૮) પર.
યશોવિજયજી ગણિએ “વાચક' પદ મળ્યા બાદ આ આઠ દષ્ટિ ઉપર પ્રકાશ પાડતી એકેક ઢાલ રચી છે અને અંતિમ ઢાલના અંતમાં આ કૃતિ યોગશાસ્ત્રને આધારે યોજ્યાનું અને નંદીમાં સભાના ત્રણ પ્રકારો અને શ્રોતાના ગુણો અને અવગુણો વિષે ઉલ્લેખ છે તે જાણીને યોગ્ય વ્યક્તિને આ રચના આપવી એમ કહ્યું છે.
આઠ ઢાલની કડીની સંખ્યા નીચે મુજબ છે : ૧૫, ૫, ૫, ૨૩, ૬, ૯, ૫ અને ૮. આમ અહીં એકંદર ૭૬ કડી છે.
જોગવિહાણવીરિયા યોગવિધાનવિંશિકા) અને એનું વિવરણ - સમભાવભાવી હરિભદ્રસૂરિજીએ “વીસવીસિયા જ. મ. માં રચી છે. આ નામ જ કહી આપે છે તેમ એમાં વીસ વીસ પદ્યની એકેક વિંશિકા (વીસી) છે. એ પૈકી સત્તરમી વિંશિકા તે જોગવિહાણવીસિયા છે. એમાં યોગનું લક્ષણ, યોગના પાંચ પ્રકારો, એ પ્રત્યેક પ્રકારના ચચ્ચાર ભેદ અને એ દરેક ભેદના ચચ્ચાર પેટા ભેદ એમ યોગના ૮૦ પ્રકારોનું નિરૂપણ છે. આઠમા પદ્યમાં અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમનો ઉલ્લેખ છે.
આ જોગવિહાણવીસિયા ષોડશકનું સ્મરણ કરાવે છે. “વિવરણ – જોગવીસિયા ઉપર યશોવિજયગણિએ સંસ્કૃતમાં વિવરણ રચ્યું
૧. આથી યોગદૃષ્ટિસમુચ્ચય અભિપ્રેત હશે એમ લાગે છે, કેમકે હૈમ યોગશાસ્ત્રમાં તો આઠ
દૃષ્ટિનું નિરૂપણ નથી. ૨-૩. આ બંને પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૪૨ ૪. આનો પરિચય મેં અ. જ. ૫. ખંડ ૨)ના મારા અંગ્રેજી ઉપોદ્દાત પૃ. ૩૫-૩૮)માં
અંગ્રેજીમાં અને મ. વા. હ.માં ગુજરાતીમાં આપ્યો છે. ૫. પહેલા બે કર્મ-યોગ છે જ્યારે બાકીના ત્રણ શાનયોગ છે.
૬. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૪૨ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org