________________
૨૦૪
અધ્યાત્મ
મૌક્તિકોની જન્મભૂમિરૂપ શુક્તિ છીપ) જેવી સુંદર ઉક્તિવાળી છે. તેથી ભાષાનો ભેદ ખેદ ઉત્પન્ન કરતો નથી. કહેવાની મતલબ એ છે કે છીપો વિવિધ પ્રકારની હોવા છતાં તેમાં મોતી હોવાથી ખેદ થતો નથી તેમ ભાષા વિવિધ જાતની હોવા છતાં તેમાં યુક્તિ હોવાથી કંટાળો ઉત્પન્ન થતો નથી.
'રહસ્યાર્થ (વિવેચન) - “સન્મિત્ર કપૂરવિજયજીએ જ્ઞાનસાર ઉપર ગુજરાતીમાં રહસ્યાર્થરૂપ વિવેચન રચ્યું છે.
પદો અને સારાંશ – શ્રી વેલચંદ ધનજીભાઈ સંઘવીએ જ્ઞાનસારનો ગુજરાતીમાં પદ્યમાં અનુવાદ કર્યો છે – એકેક અષ્ટકને અંગે એકેક પદ રચ્યું. છે. ઉપસંહારનાં આ પાંચ પદ્યો માટે પણ તેમ કર્યું છે, જ્યારે એનાં પછીનાં સાત પદ્યો “હરિગીતમાં અને બાકીનાં પ્રશસ્તિરૂપ પાંચે પદ્ય “સોયણી-ગઝલમાં રચ્યાં છે. સાથે સાથે ગુજરાતીમાં સારાંશ આપ્યો છે. એ પદ્યાત્મક તેમજ ગદ્યાત્મક રચના અને મૂળ કૃતિનો જ્ઞાનામૃતકાવ્યર્કજ તરીકે ઉલ્લેખ છે.
“જ્ઞાનગીતા – આ જ્ઞાનસારને અંગે મનહર છંદમાં ગુજરાતીમાં રચાયેલા શતકનું નામ છે. એ ભાવાનુવાદ છે. એના રચનાર શ્રી અમરચંદ માવજી છે.
અધ્યાત્મોપદેશ – આ યશોવિજયજી ગણિની કૃતિ હોવાનું મનાય છે, પણ એમ માનવા માટે મને તો હજી સુધી કોઈ સબળ પુરાવો મળ્યો નથી. આ અદ્યાપિ અનુપલબ્ધ કૃતિ સંસ્કૃતમાં હશે અને એમાં અધ્યાત્મ વિષે ઉપદેશ અપાયો હશે.
અધ્યાત્મબિન્દુ – આના પ્રણેતા યશોવિજયજી ગણિ હોવાનું કહેવાય છે, પણ મને તેમ માનવા માટે કોઈ વિશ્વસનીય સાબિતી મળી નથી. આ કૃતિ અનુપલબ્ધ છે. એમાં અધ્યાત્મનું સંસ્કૃતમાં સંક્ષિપ્ત નિરૂપણ હશે.
યોગની આઠ દૃષ્ટિની સજઝાય (ઉ. વિ. સં. ૧૭૩૬) – હરિભદ્રસૂરિજીએ ૧. આ રહસ્યાર્થ મૂળ સહિત જેન હિતોપદેશ (ભા. ૩)માં વિ. સં. ૧૯૬૫માં “શ્રી જૈન
શ્રેયસ્કર મંડળ” તરફથી પ્રકાશિત કરાયો છે. ૨-૩. આ પ્રકાશિત છે. જુઓ જ્ઞાનામૃત – કાવ્યકુંજ. ૪. આમાં એકંદર ૩૩ પદો છે. ૫. આ કૃતિ વિ. સ. ૨૦૦૧માં શ્રી અમરચંદ માવજીએ પ્રસિદ્ધ કરી છે. જુઓ ન્યા. ય.
મૃ. ૫. ૧૩૦). ૬. આ કૃતિ “આઠ વોગ-દૃષ્ટિની સ્વાધ્યાય”ના નામથી ગૂ. સા. સં. (ભા. ૧, પૃ. ૩૩૦
૩૪૧)માં છપાવાઈ છે. ૭. આની વિ. સં. ૧૭૩૬માં લખાયેલી એક હાથપોથીમાં આને “આત્મપ્રબોધ જીપક
સજઝાય” કહી છે જુઓ ગૂ. સા. સં. ભા. ૧, પૃ. ૩૪૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org