________________
૧૭૪
પરમત સમીક્ષા
બે નામ પૈકી પહેલું નામ કર્તાએ યોજ્યું છે, જ્યારે બીજું નામ સંઘે આપ્યાનું પુષ્પિકામાં કહ્યું છે. આથી બે પ્રશ્ન ઉદ્ભવે છે:
(૧) આ પુષ્પિકા યશોવિજયજી ગણિની કૃતિનો એક ભાગ હોઈ એના કર્તા એઓ પોતે છે કે આ પુષ્પિકા તો પ્રસ્તુત કૃતિની નકલ કરનારાએ – લહિયાએ પોતાની તરફથી ઉમેરી છે? .
(૨) પુષ્પિકા સાચી – વિશ્વસનીય હોય તો સંઘે નામાંતર આપ્યું એ બાબતનો શો પુરાવો છે ? પ્રસ્તુત કૃતિમાં ૧૮ પદ્યો છે. એ ભિન્ન ભિન્ન છંદમાં રચાયાં છે :
અનુષ્ટ્રમ્ (૩-૧૩, ૧૬), આર્યા (૧૪-૧૫, ૧૭, ૧૮) અને ઉપજાતિ (૧, ૨).
| વિષય – પહેલાં બે પદ્યોમાં જિન વર્ધમાન અને વીરની અનુક્રમે સ્તુતિ કરાઈ છે. ત્રીજા પદ્યમાં કેવલીના કવલાહારનું સ્થાપન કરવાની કર્તા પ્રતિજ્ઞા કરે છે. ચોથા પદ્યમાં કહ્યું છે કે તીર્થકરોને જ અતિશય માનનાર દિગંબરો પણ છે તો પછી વિશેષસિદ્ધિ – કેવલિવિશેષ એવા તીર્થકરની કવલાહારસિદ્ધિ. સામાન્યસિદ્ધિ – સામાન્યકેવલીઓની પણ કવલાહારસિદ્ધિને કેમ ન સૂચવે ?
સર્વજ્ઞતાની સાથે કવલાહારના વ્યાપક કારણ અને કાર્યનો વિરોધ હોવાથી એ ન ઘટે એવો પૂર્વપક્ષ પાંચમા પદ્યમાં રજૂ કરી છઠ્ઠામાં એનું ખંડન કરાયું છે સાતમાં પદ્યમાં પૂર્વપક્ષ તરીકે એ વાત રજૂ કરાઈ છે કે પરમ ઔદારિક શરીરવાળા કેવલીઓને (૧) પાત્રના અભાવ, (૨) ધ્યાનમાં વિબ, (૩) મોહના અભાવ અને (૪) એ શરીરની અવૃદ્ધિ એમ ચાર કારણોને લઈને કવલાહાર સંભવતો નથી. એનું આ પછીનાં બે પદોમાં ખંડન કરાયું છે. દસમા પદ્યમાં પરમ ઔદારિકત્વનો નિષેધ કરાયો છે. ૧૧મા પદ્યમાં કહ્યું છે કે અપ્રમત્ત ગુણસ્થાને રહેલા જીવોને કવલાહાર નથી તો પછી આગળનાને કેમ ? આનું નિરસન, આ તારી પ્રતિબંધી અમારા સિદ્ધાન્તને બાધક નથી એમ કહી કરાયું છે. ૧૨મા પદ્યમાં કેવલીને કવલાહાર ન હોય એવું અનુમાન રજૂ કરી તેમાં દૂષણ દર્શાવાયું છે. ૧૩મા પદ્યમાં કહ્યું છે કે કેવલીઓને સુધાદિ અગિયાર પરીષહો વેદનીયકર્મના ઉદયને આભારી છે અને એ કવલાહારના સાક્ષી છે. ઉપાસકાધ્યયનના ટીકાકારે પ્રભાચન્દ્ર બે વિકલ્પ દર્શાવ્યા
એ પુષ્મિકા નીચે મુજબ છે : "इति श्रीसकलपण्डितचक्रचक्रवर्तिपण्डितश्रीजीतविजयगणितीर्थ्यपण्डितश्रीनयविजयगणिशिष्यगणियशोविजयकृतं सङ्घदत्ताध्यात्मिकमतपरीक्षाऽपरनामकमाध्यात्मिकमतखण्डनપ્રજા સમ્પમ્ |”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org