________________
યશોદોહન : ખંડ–૨
૧૭૯
આ પૈકી કેટલાક ગ્રન્થો અભિન્ન છે, કેમકે એનો નિર્દેશ નામાંતરથી પણ
કરાયો છે.
ગ્રંથકારોનો ઉલ્લેખ
વિષે ઉલ્લેખ છે :
-
આ સ્વોપશ વૃત્તિમાં નીચે મુજબના જૈન ગ્રંથકારો
અભયદેવસૂરિજી (૧૬૭), ગન્ધહસ્તીજી (૨૯૩), જયચન્દ્રજી (૯૪), જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી (૨૬૬), ધર્મદાસગણિ ક્ષમાશ્રમણજી (૧૫૯), ભદ્રબાહુસ્વામીજી (૨૯૩), ભાષ્યકાર (૧૬૪), મલયગિરિજી (૧૦૨), યોગાચાર્યજી (૨૯૭), 'વાચક (૭૯, ૨૮૯), વાચક ચક્રવર્તીજી (૧૬૮), સુધર્મસ્વામીજી (૨૦૨), હરિભદ્રસૂરિજી (૪, ૨૮૪), 'હરિભદ્રાચાર્યજી (૨૮૫), હેમચન્દ્રાચાર્યજી (૧૧).
અજૈન ગ્રન્થકારો તરીકે નિમ્નલિખિત નામો જોવાય છે :
ઉદયન (૨૯૬), કાવ્યપ્રકાશકાર (૧૧૧), તાન્ત્રિક (૨૯૭), ધર્મશૃગાલક (૧૧), મનુ (૧૭૩) અને રામદાસ (૧૭૧).
પત્ર ૧૫માં ‘લુંપક’ ગચ્છની સૂરિ પદવી ત્યજી હીરસૂરિજીને ભજનારા મેઘ મુનિની સ્તુતિ કરાઈ છે. પત્ર ૧૩૧-૧૪૪માં સાવદ્યાચાર્યજી અને વજસ્વામીજીનાં ચિરત્ર મહાનિશીથમાંથી અપાયાં છે.
પત્ર ૨૦૫-૨૪૨માં પંચવત્યુગમાંથી થયપરિણ્ણા ઉદ્ધૃત કરી તેની સંસ્કૃતમાં યશોવિજયજી ગણિએ વ્યાખ્યા કરી છે. આને અંગે મેં નીચે મુજબનો પ્લેખ લખ્યો છે :
થયપરિણ્ણા (સ્તવપરિજ્ઞા) અને એની યશો વ્યાખ્યા’
વૃત્તિ (વિ. સં. ૧૭૯૩) – આના રચનાર પૂર્ણિમા’ ગચ્છના ભાવપ્રભસૂરિજી છે. આ વૃત્તિને પ્રતિમાશતકવૃત્તિવૃત્તિ તેમજ લઘુ વૃત્તિ પણ કહે છે, એ વિ. સં. ૧૭૯૩માં રચાઈ છે.
૧૨. આ બંને એક જ છે. એ દ્વારા ઉમાસ્વાતિ અભિપ્રેત છે.
૩-૪. આ બંને અભિન્ન છે.
Jain Education International
૫. આ લેખ જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૧૨)માં છપાયો છે. ૬. આ પ્રકાશિત છે.
૭. જુઓ ઉપર્યુક્ત વૃત્તિનું પ્રારંભનું ચોથું પદ્ય (પત્ર ૧ અ).
૮. જુઓ વૃત્તિની પ્રશસ્તિ (શ્લોક ૮).
For Private & Personal Use Only
www.jainelibrary.org