________________
૧૮૬
પરમત સમીક્ષા.
યશોવિજયજીએ આ પાઇય કૃતિ રચી તે પૂર્વે આ નામની પાઇપ કૃતિ જયરામે પદ્યમાં – આયમાં રચી હતી અને એના આધારે હરિષણે અપભ્રંશમાં ૧૧ સંધિમાં આ નામની કતિ વિ. સં. ૧૦૪૪માં પૂર્ણ કરી હતી. વિશેષમાં અમિતગતિજીએ વિ. સં. ૧૦૭૦માં અને સૌભાગ્યસાગરે વિ. સં. ૧૫૭૧માં સંસ્કૃતમાં ધર્મપરીક્ષા રચી છે. આ નામની સંસ્કૃત કૃતિ બીજાઓએ પણ રચી છે. દા. ત. પાર્શ્વકીર્તિ, દેવસેન, સોમસુન્દરસૂરિજીના શિષ્ય જિનમંડનજી અને માનવિજયજી ગણિ.
યશોવિજયજી ગણિની ધમ્મપરિફખામાં ૧૦૪ ગાથા છે અને એ જ. મ. માં રચાયેલી છે. એમાં નિમ્નલિખિત બાબતોને સ્થાન અપાયું છે :
ધર્મનું લક્ષણ, ધર્મની પરીક્ષાના મૂળ તરીકે માધ્યય્યનો નિર્દેશ, અનંતસંસારીપણાનો હેતુ, આભિગ્રહિકાદિ પાંચ પ્રકારનાં મિથ્યાત્વ અને આભિગ્રહિકના છ વિકલ્પો, માર્ગાનુસારિતા, જ્ઞાન અને દર્શનથી યુક્તતા અને અયુક્તતાને લક્ષી આરાધક અને વિરાધકની ચતુર્ભગી, લૌકિક અને લોકોત્તર મિથ્યાત્વની તુલના, ગુણોનું અનુમોદન, સૂત્ર કહેનારને લાભ, કેવલજ્ઞાનીનાં દ્રવ્યહિંસા અને દ્રવ્યપરિગ્રહ વિષે ચર્ચા, જિનાજ્ઞાની સુવર્ણની જેમ કષ, તાપ અને છેદન દ્વારા પરીક્ષા, કષાદિની સમજણ, સુવર્ણની જેમ ભાવસાધુના આઠ ગુણો તેમજ સદ્ગુરુની આશાના પાલનથી લાભ.
વિશેષમાં અહીં પુષ્પચૂલા, અર્ણિકાપુત્ર વગેરેનો ઉદાહરણાર્થે નિર્દેશ કરાયો
સ્વોપલ્લવિવરણ (ઉ. વિ. સં. ૧૭૨૬) – આ સંસ્કૃતમાં રચાયેલા સ્વપજ્ઞ વિવરણના પ્રારંભમાં ત્રણ પદ્યો છે. બીજા પદ્યમાં “શંખેશ્વર પાર્શ્વનાથનો અમે આશ્રય લઈએ છીએ એમ કહ્યું છે. આ વિવરણના અંતમાં પણ ત્રણ પદ્યો છે. એ પૈકી બીજા પદ્યમાં “ચામતિ મહોપાધ્યાય વિનયવિજયગણિજીએ કર્તાને પ્રસ્તુત વિવરણને અંગે સહાયતા કર્યાનો ઉલ્લેખ છે. આ વિવરણની એક હાથપોથી પત્તનપુરમાં “રસાક્ષિસપ્ટેન્દુ વર્ષમાં એટલે કે વિ. સં. ૧૭૨૬માં લખાયેલી મળે છે. આ વિવરણમાં આશરે સાડા પાંચસો અવતરણો અપાયાં છે. યથાચ્છન્દની પ્રાથમિક અંશ પૂરતું મુનિશ્રી શિવાનંદવિજયજી કૃત ટિપ્પણ અપાયાં છે. અને એ રીતે આ દ્વિતીય પ્રકાશન પહેલા કરતાં ચડિયાતું છે, પરંતુ એમાં વિષયાનુક્રમ જણાતો નથી તો એ ન્યૂનતા દૂર થવી ઘટે, ૪. આ નામ સ્વોપજ્ઞ વિવરણના ત્રીજા પદ્મમાં જોવાય છે. ૧, ગા. ૯૯ર એ હરિભદ્રસૂરિજી જેવા પૂર્વાચાર્યની કૃતિમાંથી ઉદ્ધત કરાઈ છે. ૨. જુઓ દ્વિતીય પ્રકાશન (પત્ર ૨૯૨ આ).
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org