________________
યશોદોહન : ખંડ–૨
૧૯૯
૧ટીકા (વિ. સં. ૧૯૫૨) – આ સંસ્કૃત ટીકા ગંભીરવિજયગણિએ વિ. સં. ૧૯૫૨માં રચી છે. એઓ વૃદ્ધિવિજ્યજી ઉર્ફે વૃદ્ધિચન્દ્રના શિષ્ય થાય છે. એમનો જન્મ વિ. સં. ૧૯૦૦માં થયો હતો. એમણે વિ. સં. ૧૯૨૪માં યતિપણાનો ને વિ. સં. ૧૯૩૧માં સંવેગી દીક્ષાનો સ્વીકાર કર્યો. એઓ વિ. સં. ૧૯૪૮માં પંન્યાસ બન્યા હતા અને વિ. સં. ૧૯૬૯માં સ્વર્ગે સિધાવ્યા હતા.
સ્ખલન પ્રસ્તુત ટીકામાં કોઈ કોઈ સ્થળે સ્ખલન છે.
ટબ્બો – વીરવિજ્યે અધ્યાત્મસાર ઉપર ગુજરાતીમાં ટબ્બો રચ્યો છે. ભાષાન્તર – મૂળ કૃતિનું ગુજરાતીમાં ભાષાન્તર કરાયેલું છે.
પઅધ્યાત્મોપનિષદ્ – યશઃશ્રી” મુદ્રાથી અંકિત આ સંસ્કૃત કૃતિ ચાર અધિકારમાં વિભક્ત છે; એમાં અનુક્રમે ૭૭, ૬૫, ૪૪ અને ૨૩ પો છે. આમ એકંદર મુખ્યતયા ‘અનુષ્ટુભ' છંદમાં રચાયેલી આ કૃતિમાં ૨૦૯ પદ્યો છે.
અધિકારનાં નામ – શાસ્ત્ર-યોગ-શુદ્ધિ, શાન-યોગ-શુદ્ધિ, ક્રિયા યોગશુદ્ધિ અને સામ્યયોગ-શુદ્ધિ એમ ચાર અધિકારનાં અનુક્રમે સાન્તર્થ નામ
છે.
વિષય પ્રથમ અધિકારના આદ્ય પદ્યમાં કર્તાએ પ્રસ્તુત ગ્રંથનું નામ અધ્યાત્મોપનિષદ્ દર્શાવ્યું છે. બીજા પદ્યમાં શબ્દયોગાર્થમાં નિપુણજનોની દૃષ્ટિએ એટલે કે વ્યુત્પત્તિ પ્રમાણે અને ત્રીજા પદ્યમાં રૂઢાર્થમાં નિપુણોની દૃષ્ટિએ એટલે કે રૂઢિ અનુસાર અધ્યાત્મનો અર્થ કરાયો છે. પ્રથમ અર્થ દ્વારા કહ્યું છે કે આત્માનું જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું વિહરણ તે ‘અધ્યાત્મ' છે. બીજો અર્થ એ છે કે બાહ્ય વ્યવહારથી મહત્ત્વ પામેલા ચિત્તને મૈત્રી વગેરે ચાર ભાવનાથી વાસિત કરવું. પ્રથમ અર્થ એવંભૂત નયને લક્ષીને અને બીજો અર્થ વ્યવહાર અને ઋજુસૂત્ર એ બે નોને અનુસરીને અપાયેલ છે, એમ ચોથા પદ્યમાં કહ્યું છે.
-
પ્રથમ અધિકારમાં અધ્યાત્મનું સાચું સ્વરૂપ, એ માટેની યોગ્યતાના ૧. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૯૭
૨. જુઓ ન્યા. ય. મૃ. (પૃ. ૧૯૦, ટિ.).
૩. આ છપાયેલો છે (જુઓ પૃ.૧૯૭) વિશેષમાં “અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ” તરફથી
આ ટબ્બો મૂળસહિત વિ. સં. ૧૯૯૪માં છપાવાયો છે.
૪. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૯૭
૫. આ કૃતિ હૈ. ધ. પ્ર. સ.'' તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રસિદ્ધ કરાઈ છે. વળી ‘શ્રી શ્રુતજ્ઞાન અમીધારા' પૃ. ૪૭-૫૭માં આ કૃતિ ઈ. સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org