________________
પ્રકરણ ૬
અધ્યાત્મ
"અધ્યાત્મસાર – આ ૯૪૯ પદ્યમાં સંસ્કૃતમાં રચાયેલી કૃતિ સાત પ્રબન્ધમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૪, ૩, ૪, ૩, ૩, ૨ અને ૨ અધિકાર છે. આ એકવીસ અધિકારોમાં નીચે મુજબના વિષયને સ્થાન અપાયું છે:
અધ્યાત્મશાસ્ત્રનું માહાત્મ, અધ્યાત્મનું સ્વરૂપ, દભનો ત્યાગ, ભવનું સ્વરૂપ; વૈરાગ્યનો સંભવ, એના ભેદ અને વૈરાગ્યનો વિષય; મમતાનો ત્યાગ, સમતા, સદનુષ્ઠાન અને મનની શુદ્ધિ, સમ્યકત્વ, મિથ્યાત્વનો ત્યાગ અને અસદ્ગહ યાને કદાગ્રહનો ત્યાગ; યોગ, ધ્યાન અને ધ્યાન (સ્તુતિ; આત્માનો નિશ્ચય; જિનમતની સ્તુતિ, અનુભવ અને સજ્જનતા.
ત્રીજા અધિકારમાં દેશના ત્યાગ વિષે વિચાર કરતાં એ ત્યાગરૂપ શુદ્ધિ તે અધ્યાત્મની જન્મભૂમિ છે એમ પ્રતિપાદન કરાયું છે. ચોથા અધિકારમાં સંસારને સમુદ્ર, અગ્નિ, કસાઈખાનું, નિશાચર, અટવી, કારાગૃહ, સ્મશાન, વિષવૃક્ષ, ગ્રીષ્મઋતુ અને મોહરાજાની રણભૂમિ એમ વિવિધ ઉપમા અપાઈ છે. “અનુભવ' અધિકારમાં કર્તાએ જિનપ્રવચન પ્રત્યેની પોતાની ભક્તિ પ્રદર્શિત કરી છે. એમણે આ ભક્તિ નિમ્નલિખિત ચાર કાર્ય દ્વારા સૂચવી છે:
(૧) વિધિનું કથન, (૨) વિધિ ઉપરની પ્રીતિ, (૩) વિધિના અભિલાષીને વિધિમાર્ગમાં પ્રવર્તન કરાવવું અને (૪) અવિધિનો નિષેધ.
૧. આ કૃતિ જૈનશાસ્ત્રકથાસંગ્રહની ઈ. સ. ૧૮૮૪માં પ્રકાશિત બીજી આવૃત્તિમાં છપાવાઈ
છે. આ કૃતિ પ્ર. ૨. (ભા. ૧, પૃ. ૪૧૫-૫૫૭)માં વીરવિજયના ટબ્બા સહિત ઈ. સ. ૧૯૦૩માં છપાવાઈ છે. વળી એ કૃતિ ગંભીરવિજયગણિની થકા સહિત “જે. ધ. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૫માં પ્રકાશિત કરાઈ છે. એ પૂર્વે મૂળ આ ટકા સહિત નરોત્તમ ભાણજીએ વિ. સં. ૧૯૫રમાં પ્રસિદ્ધ કર્યું હતું. વિશેષમાં એમણે મૂળ આ ટીકા તેમજ મૂળના ગુજરાતી અનુવાદ સહિત ઈ. સ. ૧૯૧૬માં છપાવ્યું છે. આ ઉપરાંત આ મૂળ કૃતિ અધ્યાત્મોપનિષદ્ અને શાન સાર સહિત નિમ્નલિખિત નામથી શી, નગીનદાસ કરમચંદે વિ. સં. ૧૯૯૪માં પ્રકાશિત કરી છે :
"अध्यात्मसार - अध्यात्मोपनिषद् - ज्ञानसारप्रकरणरत्नत्रयी" Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org