________________
૧૯૬
પરમત સમીક્ષા સિરિષુજજલેહ (શ્રીપૂજ્યલેખ) – લઘુ સ્યાદ્વાદરહસ્ય પત્ર ૨ અ)માં તેમજ બૃહત્ સ્વાયાદાદરહસ્ય (પત્ર ૬ અ અને ૧૮ આ)માં શ્રીપૂજ્યલેખનો ઉલ્લેખ છે.
વળી અહીં એ કૃતિમાંથી એક જ. મે. માં રચાયેલું અવતરણ પણ અપાયું
એક ગાથાનું “પન્ન થSS” પ્રતીક લઘુ સ્યાદ્વાદરહસ્યમાં અપાયું છે.
આ અવતરણની ભાષા જોતાં સમગ્ર કૃતિ પાઇવમાં હશે એમ માની મેં એનું એ પ્રકારનું નામ યોજ્યું છે. વળી આ અવતરણ વિચારતાં આ કૃતિ દાર્શનિક સાહિત્યને લગતી હશે એમ લાગે છે. એટલે આ કૃતિ શ્રીપૂજ્યને ઉદેશીને લખાયેલો સામાન્ય લેખ નહિ હશે.' વિદ્વદૂવલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ પણ કોઈક કારણસર આવું અનુમાન કર્યું છે એમ ન્યા. ય. સ્મૃ.ના એમના આમુખ (પૃ. ૭)માં નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જણાય છે:
શ્રીપૂજ્યલેખ એ કોઈ સામાન્ય વિજ્ઞપ્તિલેખ નથી. પરંતુ એ એક દાર્શનિક પદાર્થોની ચર્ચા કરતો પ્રાકૃતભાષાનો પત્રરૂપ ગ્રંથ જ હતો.”
પ્રસ્તુત કૃતિ જે શ્રીપૂજ્ય ઉપરના પત્રરૂપ છે એ ‘શ્રીપૂજ્ય તે કોણ એનો વિચાર કરતાં એમ ભાસે છે કે ન્યાયાચાર્યના સમયમાંના યતિઓ(જાતિઓ યાને ગોરજીઓ)ના નાયક તે આ શ્રીપૂજ્ય હશે અને એમની ગાદી બિકાનેરમાં હશે.
૧. સિરિયુજ્જલેહમાં અન્યોન્યાભાવ પૃથકત્વ ભિન્ન છે કે નહિ એ બાબતની ચર્ચા કરાઈ
છે એમ લઘુ સ્યાદ્વાદરહસ્ય જોતાં જણાય છે.
૨. શ્રીપુચ થી વિજયપ્રભસૂરિજી અભિપ્રેત હોવાનો સંભવ શા માટે ન વિચારવો ? – સંપાદક. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org