________________
૧૯૪
પરમત સમીક્ષા હિંસા નથી.
(૨૬) જિનચૈત્ય કે જિનપ્રતિમાને અંગે થતી દ્રવ્યહિંસાની અર્થદંડ કે અનર્થદંડ તરીકે ગણના કરાઈ નથી.
(૨૭) જિનપૂજાદિમાં જ્યાં સુધી આરંભ છે ત્યાં સુધી અધર્મ છે અને એમાં જેટલી ભક્તિ છે તે ધર્મ છે એવી મિશ્રભાષા બોલવી યોગ્ય નથી.
અંતમાં, જિનપૂજાદિ – દ્રવ્યસ્તવ એ ધર્મકાર્ય છે એમ માનતાં હિંસાનું દૂષણ ક્યાં ગયું એવો પ્રશ્ન ઉઠાવી એ દૂષણ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ ચારમાંથી કઈ રીતે છે તે પ્રશ્ન કરી એ ચારે વિકલ્પનું ખંડન કરાયું છે. વિશેષમાં દ્રવ્યસ્તવને અંગે કૂવો ખોદવાનું ઉદાહરણ રજૂ કરાયું છે.
ઉપર્યુક્ત વિગતો જણાવતી વેળા આગમોમાંથી અવતરણ અપાયાં છે. એ આગમોનાં નામ નીચે પ્રમાણે છે :
આવશ્યક નિર્યુક્તિ (૪૦ આ), ઉત્તરાધ્યયન (૩૪ આ), ઔપપાતિક (૩૭ આ), જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (૩૫ આ), જીવાભિગમ (૩પ આ), બૃહત્કલ્પ (૩૬ આ), ભગવતી (૩ર અ, ૩ર આ, ૩૩ અ, ૩૭ આ, ૪૦ આ), દ્વિતીયાંગ (૩૯ આ), મહાનિશીથ (૪૦ આ), મહાભાષ્ય (૩૯ આ), રાજપ્રશ્રીય (૩પ અ, ૩૭ અ), સૂત્રકૃતાંગ (૩૯ અ, ૪૦ અ, ૪૧ અ) તેમજ સ્થાનાંગ (૩૨ અ. ૩૪ આ. ૪૨ અ).
આ ઉપરાંત અષ્ટક (૩૯ અ)નો પણ ઉલ્લેખ છે. એના પ્રણેતા હરિભદ્રસૂરિ
એકસો આઠ (? એક બોલ (ઉ. વિ. સં. ૧૭૪૪) – આ ગુજરાતીમાં ગદ્યમાં રચાયેલી કૃતિની એક વીસ પત્રની હાથપોથી વિ. સં. ૧૭૪૪માં લખાયેલી મળે છે, પરંતુ એનું પહેલું પત્ર નથી. આ આશરે ૪૨૫ શ્લોક જેવડી કૃતિમાં ૧૦૧ બોલ છે છતાં આ હાથપોથીમાં અપાયેલી “પુષ્યિકામાં એકસો આઠ બોલ એવો ઉલ્લેખ - ૨૦ x ૨ x ૧૦ x ૩૪ - ૪૨૫
૩૨
૨. આ પુષ્પિકા નીચે મુજબ છે : ઇતિ શ્રી એકસો આઠ બોલ ઉપાધ્યાય શ્રી જસવિજયગણિ કૃત સંપૂર્ણઃ | છ || છા સંવતુ ૧૭૪૪ વર્ષે ચૈત્ર વદિ ૧૦ વાર રવી દિને લષિત શ્રી રાજનગર મધ્યે મંગલમg | ગણિ શ્રી રુદ્ધિવિમલ તતશિષ્ય મુનિકીર્તિ – વિમલ લષાવીત ભદ્રમ્ સંઘનઇ || છ || ” આની
પ્રતિ મનિ શ્રી યશોવિજયજી પાસે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org