________________
૧૯૨
પરમત સમીક્ષા
કરાયો છે અને એના અંતમાં બે પદ્યો છે. બાકીનો ભાગ ગદ્યમાં છે. પ્રથમ પદ્યમાં કહ્યું છે કે દેવો અધર્મી છે એમ જે કેટલાક કહે છે એ ભ્રમનું હું નિરાકરણ કરું છું. આ કૃતિમાં '૨૭ મુદ્દાઓ ચર્ચાયા છે:
(૧) દેવોને અધર્મી કહેવા તે નિષ્ફર વચન છે. એમ બોલવું સારું નથી, કેમકે આગમમાં દેવોને અસંયત કહેવાનો પણ નિષેધ કરાયો છે.
(૨) દેવોને જેમ “નોસંત' કહેવામાં આવે છે તેમ “નોધર્મી કહી ન શકાય, કારણ કે ધર્મના શ્રુત-ધર્મ અને ચરિત્ર-ધર્મ એ બે પ્રકારો પૈકી દેવોને શ્રુત-ધર્મ હોય
(૩) દેવો સૂત્રનું પઠન કરતા નથી, વાસ્તે તેમને શ્રુત-ધર્મ નથી એમ કહેવું વાજબી નથી. કેમકે શ્રુત-ધર્મ સૂત્રથી અને અર્થથી એમ બે પ્રકારનો છે અને પ્રત્યેક સમ્યગ્દષ્ટિને શ્રુત-ધર્મ હોય જ છે.
(૪) દેવો “અધર્મસ્થિત કહેવાય છે, કેમકે તેઓ સર્વવિરતિરૂપ સંયમને ધારણ કરી શકતા નથી.
(૫) દેવો બાળ' છે, કેમકે તેઓ વિશિષ્ટ બોધ વિનાના છે. વતક્રિયાની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ દેવો બાળ હોવા છતાં તેમનામાં સમ્યજ્ઞાન હોવાથી તેઓ બાળ' ન કહેવાય.
(૬) સંયમ વિનાનું એકલું સમ્યક્ત્વ નિષ્ફળ છે એ વિશિષ્ટ સંયમની, અપેક્ષાપૂર્વકનું વચન છે. “બાળ' શબ્દ સાંભળી તાત્પર્ય સમજ્યા વિના વ્યામોહ સંભવે
(૭) દેવો નારકોના જેવા જ છે એ જાલ્મનું વચન છે. એ બેમાં વિશેષતાઓ છે. સમ્યગ્દષ્ટિ દેવોને સારી લેગ્યા હોય છે.
(૮) સમ્યગ્દષ્ટિ દેવો સાધુઓનો વિનય કરે છે. એ એમનું તપ છે. (૯) દેવો સાધુઓનું વૈયાવૃત્યાદિ કરે તો તેમનો ભવ સફળ છે.
(૧૦) શક ઇન્દ્ર સમ્યગ્વાદી છે, જોકે પ્રમાદદિને લઈને એની ભાષા ચારે પ્રકારની હોવાનો સંભવ છે. એ અનવદ્યભાષી છે, કેમકે હસ્તાદિ વડે મુખ ઢાંકીને એ બોલે છે.
૧. આ મુદ્દાઓ ન્યાય ગ્રંપના ઉપોદ્દાત પત્ર ૧૩ અ – ૧૩ આમાં છે. એ ઉપરથી
ન્યા. વ. સ્મૃ. મૃ. ૧૯૧-૧૯૨)માં એ અપાયા હોય એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org