________________
૧૮૪
પરમત સમીક્ષા
“વિવસ્તુ પૃથળ: ત: પ્રકૃતી ની: પારો વર્લગ્ન :”
આ અવતરણ અભિધાન ચિન્તામણિ (કાંડ ૩, શ્લો. પ૯૬)માં જોવાય છે એટલે ઉપર્યુક્ત નામમાલા તે આ હૈમ અભિ. ચિ. જ હશે એમ લાગે છે.
“જિપ્રતિમાસ્થાપન સઝાય – આ નામની ત્રણ ગુજરાતી કૃતિ છે. એમાં અનુક્રમે ૧૫, ૬ અને ૭ કડી છે. પહેલી કૃતિમાં જિનપ્રતિમા ઉથાપનારને “કુમતિ' કહી જિનપ્રતિમાની પૂજા શાસ્ત્રસંમત હોવાનું પ્રતિપાદન કરાયું છે. તેમ કરતી વેળા અંબડે, સૂર્યાબે, દ્રૌપદીએ અને સિદ્ધાર્થે તેમજ ચારણ મુનિએ જિનપ્રતિમા પૂજી હતી એમ કહ્યું છે. સમ્યકત્વથી રહિત એવી દયા કામ ન લાગે એમ કહી જમાલિનું ઉદાહરણ અપાયું છે. નંદીમાં દર્શાવાયેલી આગમની સંખ્યાને કુમતિ ગોપવે છે તેમજ સૂત્ર અને સાથે સાથે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાની ઉપેક્ષા કરે છે. એ કુમતિ જિનપૂજામાં સ્થાવરની હિંસાનો દોષ દર્શાવે છે, પરંતુ દૂર દેશથી એને આવીને પૂજનારના, પ્રતિક્રમણના, વિહારના અને મુનિને દાન દેવામાં થતા વિશેષ દોષો છે તેનું શું એમ એને પ્રશ્ન પુછાયો છે. અંતમાં કહ્યું છે કે પંચાંગીના જાણકાર જિનપ્રતિમાને જિનતુલ્ય જાણે છે અને કર્તાએ પોતાને “કવિ' કહ્યા છે.
આ પહેલી કૃતિમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છેઃ
આવશ્યક, ઉવાઈ, કલ્પસૂત્ર, છઠું અંગ, દસમું અંગ, નંદી, ભગવઈ, મહાનિશીથ, રાયપસણી અને વ્યવહાર
બીજી કૃતિની શરૂઆત “સત(ર)રભેદ પૂજા સાંભળીએથી કરાઈ છે. અહીં કહ્યું છે કે જિનપ્રાસાદ કરાવ્યાનું ફળ મહાનિશીથમાં વખાણ્યું છે. એ ફળ દાન, શીલ, તપ અને ભાવનાના સમાન છે. જિનપૂજા એ મોક્ષનું કારણ છે, નાગ, ભૂત, યક્ષ વગેરેની પૂજા તે હિંસા છે અને મિથ્યાદૃષ્ટિ હરિ અને હરને પૂજે છે, જ્યારે જૈન જિનેશ્વરને પૂજે છે, સૂત્રમાં પુષ્કારોહણાદિક વિધિ છે એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે.
આ કૃતિમાં મહાનિશીથ, રાયપસણી અને સુસૂયગડાંગ એમ ત્રણ આગમોનો ૧. આ નામની ત્રણ કૃતિ ગુ. સા. સં. વિ. ૧)માં પૃ. ૪૩૯-૪૪૦, ૪૪૪૪૧ અને ૪૪૧
૪૪રમાં અનુક્રમે છપાવાઈ છે. ૨. ત્રણે કૃતિ પૈકી એકેનો નિર્દેશ કર્તાએ સક્ઝાય’ તરીકે કર્યો નથી. ૩. ત્રીજી કૃતિમાં રચનાર તરીકે યશોવિજયગણિનું નામ નથી, પણ એ એમની હશે એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org