________________
૧૭૬
પરમત સમીક્ષા. (૫, ૧૦, નિદર્શના (૧૧), રસનોપમા (૭૯) અને વ્યતિરેક (ઈ.
વિષય – આ કૃતિનો મુખ્ય વિષય માનવસર્જિત – અશાશ્વત જિનપ્રતિમાની પૂજ્યતા દાખલાદલીલથી સિદ્ધ કરવાનો છે. આ કૃતિનો પ્રારંભ ઈષ્ટ બીજના પ્રણિધાનપૂર્વક જિનપ્રતિમાની સ્તુતિથી કરાયો છે. ત્યાર બાદ નામાદિ ત્રણ નિક્ષેપની પ્રશસ્તતા, “બાહ્મી લિપિની જેમ જિનપ્રતિમાની પૂજ્યતા, લુપક સામે પ્રહાર, જિનપ્રતિમાના દર્શનાદિનું ફળ, ચૈત્યના “જ્ઞાન” અર્થની અનુપપત્તિ, જિનપ્રતિમાની જિન સાથે તુલ્યતા, સૂર્યાભદેવે કરેલી જિનપ્રતિમાની પૂજા, સમ્યગ્દષ્ટિ દેવોને અધર્મી કહેનારના મતનું નિરસન (ગ્લો. ૧૬), સૂર્યાભદેવની નૃત્ય માટેની અનુજ્ઞા પરત્વે વિચારણા, અનિષેધની અનુમતિ, દ્રવ્યસ્તવ અંગે સાધુની અનુમોદના, દ્રવ્યસ્તવના ગુણો, મુનિનું નદી ઊતરવાનું કાર્ય, સર્પના મુખમાંથી બાળકનું માતાએ કરેલું કર્ષણ, ઋષભદેવે પુત્રોને કરેલી દેશોની વહેંચણી અને પ્રજાને આપેલું શિલ્પાદિનું શિક્ષણ, મહાનિશીથનું પ્રામાણ્ય, યાત્રાનો ઉપદેશ, યજ્ઞને અંગેની હિંસા, કૂવાનું દૃષ્ટાંત, આનન્દ અને પરિવ્રાજક (અંબડ)ની જિનચૈત્યની ઉપાસના, સુવર્ણગુલિકાનો નિર્દેશ, કૃષ્ણા (દ્રૌપદી)નું જિનપૂજન, સિદ્ધાર્થનું જિનાર્ચન, ઈત્યાદિ બાબતો રજૂ કરાઈ છે.
મૂર્તિપૂજાના વિરોધનું નિરસન અને જિનપ્રતિમાના પૂજનની સમુચિતતા ૬ભા પદ્ય સુધી વિચારી ત્યાર બાદ નવ પદ્યમાં ધર્મસાગરગણિજીનો નિમ્નલિખિત બાબતને અંગે મત દર્શાવી એનું ખંડન કરાયું છે :
જે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા વિધિપૂર્વક ન કરાઈ હોય તે વન્દનીય ખરી ? પદ્ય ૭૯-૮૦માં જિનપ્રતિમાની સ્તુતિ કરાઈ છે. પદ્ય ૮૧-૮૨માં પાશચન્દ્રના મતનું ચાર વિકલ્પ રજૂ કરી ખંડન કરાયું છે.
પદ્ય ૯૩-૯૫માં જિનપૂજન એ પુણ્યનો હેતુ છે, નહિ કે ધર્મનો એમ કહેનારના મતનું નિરસન કરાયું છે.
૯૬મા પદ્યમાં નય, ભંગ અને હેતુને લઈને ગહન એવા માર્ગમાં ગુરુનું શરણ લેવા જેવું છે એમ કહ્યું છે.
૯૭ મા પદ્યમાં શંખેશ્વર પાર્શ્વનાથજીને ઉદ્દેશી જિનભક્તિને અંગે વ્યવહાર અને નિશ્ચય નવો વિષે ઉલ્લેખ કરાયો છે.
પદ્ય ૯૮-૧૦૫માં સર્વશની અને તેમની પ્રતિમાની સ્તુતિ કરી, ૧૦૪ (અંતિમ) પદ્ય પ્રશસ્તિરૂપે કર્તાએ રચ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org