________________
યશોદોહન : ખંડ–૨
૧૭૫
છે : (૧) જેમ કેવલીમાં રાગના અભાવની પરાકાષ્ઠા છે તેમ ભુક્તિના અભાવની છે. (૨) અપ્રમત્ત સાધુ આહારની વાત સાંભળી પ્રમત્ત ન બને. આ બે વિકલ્પો ૧૪મા પદ્યમાં રજૂ કરી તેનું ૧૫મામાં ખંડન કરાયું છે. ૧૬મા પદ્યમાં હરદમ્બરોનો પ્રતિષેધ આ પ્રમાણેની યુક્તિઓથી કરવો એમ કહ્યું છે. ૧૭મા પદ્યમાં આ કૃતિનો ‘આધ્યાત્મિક મતદમનદક્ષ' તરીકે ઉલ્લેખ છે અને ૧૮મામાં આ કૃતિ વૃદ્ધોનાં વચન અનુસાર રચાયાનો નિર્દેશ છે,
સ્વોપજ્ઞ ટીકા આ સંસ્કૃત ટીકાની શરૂઆતમાં બે પદ્યો અને અંતમાં પ્રશસ્તિરૂપે સાત પદ્યો છે. પ્રસંગવશાત્ ટીકા (પત્ર ૫૦ આ ૫૨ અ)માં બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચારેનું એકેક લક્ષણ આપી. કર્મની આઠ મૂળ તેમજ ૧૫૮ ઉત્તપ્રકૃતિઓ ગણાવાઈ છે. પત્ર ૫૩ ૨ માં અવતરણરૂપ આઠ પદ્યો દ્વારા ૩૪ અતિશયો દર્શાવાયા છે. પત્ર ૫૪ અ માં વ્યાપક કારણ અને કાર્યનું એકેક લક્ષણ રજૂ કરાયું છે. પત્ર ૬૦ આ - ૬૧ અ માં શુક્લધ્યાનના ચાર પ્રકાર ગણાવી એનાં લક્ષણો ગુણસ્થાનક્રમારોહમાંથી અપાયાં છે. પત્ર ૬૨ અ માં કેવલીની ઉદય આશ્રીને ૪૨ પ્રકૃતિ ગણાવાઈ છે. પત્ર ૬૮ અ માં હિરદંબરનો અર્થ નીચે મુજબ અપાયો છે :
-
6
" हरिदेवाम्बरं येषां ते हरिदम्बरा नग्नाटा: । .... हरिदिव सूर्योदयावच्छिन्ना प्राचीवाम्बराणि येषां ते हरिदम्बरा रक्तपटा इत्यर्थः । "
પત્ર ૬૮ આ
૬૯ આ માં શિવભૂતિનો વૃત્તાંત આલેખાયો છે.
પ્રતિમાશતક (ઉ. વિ. સં. ૧૭૧૩) – આ સંસ્કૃત કૃતિમાં ૧૦૪ પદ્યો છે. એ જાતજાતના અલંકારોથી વિભૂષિત છે. દા. ત. અતિશયોક્તિ (૪, ૫, ૧૧), આક્ષેપ (૯), ઉત્પ્રેક્ષા (૨, ૩), કલ્પિત ઉપમા (૨, ૮), કાવ્યરૂપક (૧૦), કાવ્યલિંગ
-
-
૧. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૭૩
૨. દ્વિતીય પદ્યમાં ‘ટીકા' એવો ઉલ્લેખ છે જ્યારે પ્રશસ્તિના સાતમા પદ્યમાં ‘વૃત્તિ’ ઉલ્લેખ છે.
૩. આ આઠ પદો અભિ. ચિં. (કાંડ ૧)માંના શ્લો. ૫૭-૬૪ છે.
૪. આ કૃતિ ભાવપ્રભસૂરિજીકૃત વૃત્તિ સહિત “”. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૧માં અને આ મૂળ કૃતિ સ્વોપન્ન વૃત્તિ સહિત “મુ. કે. જૈ. મો.''માં વીર સંવત્ ૨૪૪૬ (વિ. સં. ૧૯૭૬)માં પ્રકાશિત કરાઈ છે. વિશેષમાં આ મૂળ કૃતિ એના અને ભાવપ્રભસૂરિજીકૃત વૃત્તિના મૂલચંદ જશભાઈ વકીલે કરેલા ગુજરાતી ભાષાંતર સહિત ભીમશી માણેકે વિ. સં. ૧૯૫૯માં પ્રસિદ્ધ કરી હતી. એમાં વિષયોનું સંક્ષિપ્ત નિરૂપણ છે. ૫. આ પાક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org