________________
૧૬૮
પરમત સમીક્ષા કાલદ્રવ્યતા દિ), વિર દ્વારા મેરનું કંપન (શ્વે), મુનિસુવ્રતસ્વામીના ગણધર અશ્વ (જે), અડસઠ અક્ષરનો નવકાર મંત્ર (જે), તીર્થકરની દેશના અ. મા. માં (જે.), સ્વર્ગમાં તીર્થકરની દાઢાની પૂજા (શ્વે.), નીચ કુળમાં ઉત્પન્ન થનારને પણ મોક્ષની પ્રાપ્તિ (જે), મહાવીર સ્વામીનો ગર્ભાપહાર (જે.), એમના બે પિતા (જે.), ત્રિશલાનું સતીત્વ (શ્વે.), કેવલી બાહુબલિએ તીર્થકરની કરેલી પ્રદક્ષિણા (જે.), વીરે ખાધેલી છીંક (%.), હરિવર્ષ ક્ષેત્રાદિમાં યુગલિકનું આનયન (જે), અમર ઈન્દ્રનો ઉત્પાત (જે.), વીરનો અનાર્ય દેશમાં વિહાર (જે), દેવ-મનુષ્ય વચ્ચે ભોગ (સ્પે.), વીરના પ્રથમ વ્યાખ્યાનની વિફળતા (શ્વે), તીર્થકરની માતાને ચૌદ સ્વપ્ન (.), બત્રીસ અતિશયની અપૃથકતા (), ચામડાના પાત્રમાં જળપાન કરવામાં સદોષતા દિ), પાકા ઘીની કલ્પતા જે.), નાભિ અને મરુદેવાનું યુગલિકત્વ (જે.), તેમના એ યુગલિકના પુત્ર ઋષભદેવ (જે.), ધર્મોપકરણની અપરિગ્રહતા (જે.) અને જિનાગમનો ઉચ્છેદ (દિ).
ઉલ્લેખ – આ કૃતિમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છે :
આવશ્યક (), ગોમટસાર (૧૦૩), જ્ઞાતાસૂત્ર (૧૪૨), તત્ત્વારથ (૨૫, ૮૩, ૯૨), તન્નસમાધિ (૧૧૧), નયચક્ર (૮૩), પ્રવચનસાર (૨૯, ૪૪, ૬૦, ૭૭), વ્યવહારભાષ્ય (૭૪), શત્રુંજય માહાતમ (૧૦૦), સમયસાર (૪૨), સમ્મતિ (૭૯, ૮૨) અને સૂયડાંગ (૧૧૪).
ગ્રંથકારોનાં નામ નીચે પ્રમાણે છે :
દેવસેન (૮૩), સિદ્ધસેન દિવાકર) (૭૯) અને હેમરાજ પાંડે (૧૫૮). આ ઉપરાંત પૃ. ૯૨માં તત્ત્વારથના જે વૃત્તિકારનો ઉલ્લેખ છે તેઓ સિદ્ધસેનગણિ હશે.
અવતરણ – પ્રસ્તુત કૃતિમાંથી ૨૬મું પદ્ય એક કાગળ પૃ. ૯૦)માં તેમજ પદ્ય ૧૮, ૧ અને ૪૫ જૈનધર્મવરસ્તોત્રના શ્લો. ૨૮, ૩૦ અને ૩૬ની સ્વોપજ્ઞ વૃત્તિમાં કંઈક ફેરફાર સાથે જોવાય છે.
મહત્ત્વ – આ કૃતિનું મહત્ત્વ અનેક રીતે છે કેમકે એ લગભગ પોણીત્રણસો વર્ષ ઉપરની હિન્દી પદ્યાત્મક ભાષાના અભ્યાસ માટે ઉપયોગી છે. વળી જેનોના બંને ફિરકાઓની એ સમયની મનોદશા જાણવા માટેનું એ એક અનુપમ સાધન છે. વિશેષમાં શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચેના મતભેદોનો શૃંખલાબદ્ધ ઈતિહાસ તૈયાર કરવામાં આ કૃતિ કામ લાગે તેમ છે.
આવશ્યકતા – પ્રસ્તુત કૃતિની ભાષા જોતાં એનો ગુજરાતી અનુવાદ થવો ઘટે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International