________________
યશોદોહનઃ ખંડ-૨
૧૬૯ બે કાગળ પ્રથમ કાગળ વિ. સં. ૧૭૩૧ કે ત્યાર બાદ) - ગુજરાતીમાં કાગળ' શબ્દના બે અર્થ કરાય છે ઃ (૧) વાંસ, ઘાસ, ધાગા ઇત્યાદિમાંથી કરાતી અને લખવા વગેરે કામમાં લેવાતી બનાવટ અને (૨) સંદેશવાહક પત્ર. અત્ર બીજો અર્થ પ્રસ્તુત છે. પત્ર લખવાની પ્રથા ઘણી જૂની છે. એકબીજાને ઝટ મળી શકાય તેમ ન હોય અને કોઈ બાબત જણાવવી કે પૂછવી હોય તો તે માટે પત્રનો ઉપયોગ કરાય છે. પત્રમાં એ લખનારનું નામ, એના નગર કે ગામનું નામ, મિતિ (તિથિ કે તારીખ), જેના ઉપર પત્ર લખાયો હોય તેનાં નામઠામ ઇત્યાદિ બહિરંગ બાબતો ઉપરાંત લખાણના મુખ્ય મુદ્દારૂપ અંતરંગ બાબત હોય છે.
ન્યાયાચાર્ય યશોવિજયગણિ જેવા બહુશ્રુત મુનિવર પાસેથી તાત્ત્વિક બોધ મેળવવા સુશ્રાવકો લલચાય એ સ્વાભાવિક છે. આને લઈને આવા કેટલાક શ્રાવકો અને ન્યાયાચાર્ય વચ્ચે પત્રવ્યવહાર થયેલ હોવો જોઈએ. કોઈ શ્રાવકે એમના ઉપર લખેલો પત્ર – કાગળ હજી સુધી કોઈ મળી આવ્યો નથી, પરંતુ ન્યાયાચાર્યે લખેલા બે ગુજરાતી કાગળ અને એક સંસ્કૃત પત્ર મળી આવ્યા છે. એ પૈકી પહેલો કાગળ ઘણો લાંબો છે. ગૂ. સા. સંમાં છપાયેલા પ્રથમ કાગળનો પ્રારંભ “| ૐ || શ્રીને સામે ૩. શ્રી નવિનય ખત્તોત્તરપ્રજથી કરાયો છે, જ્યારે પ્ર. ૨.માં તો બીજા કાગળના પ્રારંભિક ભાગ સાથે મોટે ભાગે સમાન જણાતો પહેલા કાગળનો આદિ ભાગ છે. એ લખાણ નીચે મુજબ છે :
"श्री जिनाय नमः । स्वस्ति श्री स्तम्भनकपार्थजिनं प्रणम्य श्री स्तम्भतीर्थनगरतः श्रीजेसलमेरुमहादुर्गे न्यायाचार्योपाध्यायश्रीयशोविजयगणयः सपरिकराः सुश्रावकपुण्यप्रभावक-श्रीदेवगुरुभक्तिकारक-श्रीजिनाज्ञाप्रतिपालक-गीतार्थपरम्पराप्राप्तसामाचारीरुचिधारक-आगमाध्यात्मविवेककारकमोक्षैकतान-सर्वावसरसावधान-शा. हरराज शा. देवराजयोग्यं धर्मलाभपूर्वकं लिखितं"
બીજા કાગળમાં “શ્રી નિનાય નમ:” નથી. “તશ્મનપાર્થને બદલે
૧. આ બંને કાગળ ગૂ. સા. સં. વિ. ૨)ના લગભગ અંતમાં પૃ. ૮૪-૧૧પમાં છપાયા છે.
પહેલો કાગળ ૧૧૨માં પૃષ્ઠ ઉપર પૂરો થાય છે. પ્ર. ૨. (ભા. ૩, પૃ. ૬૯૭૧૦)માં ઉપાધ્યાયજીએ લખેલો જે કાગળ છપાયો છે તે આ પહેલા કાગળ સાથે લગભગ મળતો
આવે છે. એ બેમાં જે થોડોક ફરક છે તે પૃ. ૧૧૫-૧૧૯માં દર્શાવાયો છે. ૨. આને અંગે “પત્રમાં તત્ત્વજ્ઞાન” નામનો લેખ ૫. ધુરંધરવિજયગણિએ લખ્યો છે. એ જૈ.
ધ. પ્ર. પુ. ૭૩, સં. ૧, ૨-૩, ૪, ૫, ૯, ૧૧માં તેમજ પુ. ૭૪. એ. ૧, ૩-૪)માં કટકે
કટકે છપાયો છે. ૩ આ સંસ્કૃત પત્ર અષ્ટસહસીવિવરણ પરિ. ૩)નો અંતિમ ભાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org