________________
૧૩૮
પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા
રચનામાં યુણિ અને મલયગિરિસૂરિકત વૃત્તિનો ઉપયોગ કરાયો છે.
બૃહદ્ વૃત્તિની વિશેષતા – બૃહદ્ વૃત્તિ મલયગિરીય વૃત્તિ કરતાં દોઢ ગણી મોટી છે એટલે એમાં અધિક સ્પષ્ટીકરણ ઉપરાંત શી વિશેષતા છે તે જાણવાની ઉત્સુકતા રહે એ સ્વાભાવિક છે, પણ એ તારવવા માટે મારી પાસે યથેષ્ઠ સમય નથી.
ઉલ્લેખ – પાતંજલ યોગદર્શન પાદ ૨, સૂ ૧૩)ની સંક્ષિપ્ત વ્યાખ્યા (પૃ. ૨૬)માં યશોવિજયજી ગણિએ સંક્રમની ચર્ચા કરતી વેળા અમારી રચેલી કર્મપ્રકૃતિ વૃત્તિ યથાર્થ રીતે અવલોકીને વીતરાગના સિદ્ધાન્ત અનુસાર કર્ભાશયનાં સ્વરૂપની વ્યાખ્યા કરવી એમ કહ્યું છે. આ વૃત્તિ તે બૃહદ્ વૃત્તિ હશે. એ ગમે તે હો, પણ બે વૃત્તિમાંથી કોઈ એક તો પાતંજલ યોગદર્શનની વ્યાખ્યા કરતાં પહેલી રચાયાનું તો આથી ફલિત થાય છે જ.
ચૌદ ગુણસ્થાનકની સજાય – આ ગુજરાતી કૃતિમાં સાત કડી છે. એમાં અભવ્ય અને ભવ્યને મિથ્યાત્વ ક્યાં સુધી હોય તે કહ્યું છે. વળી સાસ્વાદન વગેરે ગુણસ્થાનકોના સમયનો પણ અહીં નિર્દેશ છે. વિશેષમાં નિશ્ચય અને વ્યવહાર નયની અપેક્ષાએ ગુણસ્થાનકનું સૂચન કરાયું છે.
ઉપશમશ્રેણિની સાય – આ સઝાય ઉપર્યુક્ત કૃતિથી ભિન્ન જ હોય તો એ મારા જોવા જાણવામાં નથી. એમાં ઉપશમશ્રેણિનું નિરૂપણ હશે.
“સંયમશ્રેણિવિચાર સજઝાય) - “સઝાય' તરીકે ઓળખાવાતી આ પદ્યાત્મક ગુજરાતી કૃતિ ત્રણ ઢાલમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૭, ૯ અને ૨ કડી છે. આમ એકંદર ૨૧ કડીની આ કૃતિમાં કર્મસિદ્ધાન્તને લગતો એક વિષય ચર્ચાયો છે. એ વિષય તે કંડક અને સ્થાનકને અંગેનો છે. એ કમ્મપયડિ બંધનકરણ, ગા. ૩)ને આધારે યોજાયો હોય એમ લાગે છે.
પહેલી ઢાલના અંતમાં કપના ભાસનો ઉલ્લેખ છે.
સ્વોપન્ન ટબ્બો - ઉપર્યુક્ત કૃતિ ઉપર ગુજરાતીમાં કતએ જાતે ટબ્બો રચ્યો છે, પણ અત્યારે તો એ અમુદ્રિત છે. ૧. આ કૃતિ ગુ. સા. સં. વિ. ૧, પૃ. ૪૫૧-૪૫૪)માં છપાવાઈ છે. એના પૃ. ૪૫૩માં મો. દ. દેસાઈનું ટિપ્પણ છે. તેમાં એમણે કડકવર્ગને લગતી સંસ્કૃત નોંધ “શ્રી યશોવિજયે ખુદ સ્વહસ્તે લખેલી મારી પાસેની એક પ્રતિમાં છે" એમ કહ્યું છે વિશેષમાં આ કૃતિ પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ કે જે જૈ. ગં. પ્ર. સ. તરફથી વિ.સં. ૧૯૯૬માં પ્રસિદ્ધ કરાયો છે તેમાં છપાવાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org