________________
યશોદોહનઃ ખંડ-૨
૧૪૧ "તત્ત્વાર્થસ્લોકવાર્તિક (૪૫ અ), નવ્ય સિદ્ધાન્ત (૧૩૮ આ), ન્યાયબિન્દુ (૭૨ આ),
ભૂષણસાર (૬૫ અ), વાક્યપદીય (૬૧ આ, ૧૬૦આ), વાર્તિક (૫૫ અ), સમ્મતિ (૪ અ. ૫૪ અ), અને સિદ્ધહેમચન્દ્ર (૬૫ આ).
ગ્રન્થકારો તરીકે નિમ્નલિખિત નામો હું નોંધુ :
ઉદયનાચાર્ય (૬ ૭ ૮), ચિન્તામણિ (૭ર અ, તૌતાતિક (૧૧૩ અ), થિલ (૪૧ અ), દિગ્ગાગ (૯૯ અ), પ્રજ્ઞાકર (૨૬ આ, ૫૬ એ), ભટ્ટ (૬૦), ભાષ્યકાર (૫૭ આ), ભૂષણસારવૃત્ (૬૫ અ), મંડનમિશ્ર (૫૧ આ), મુરારિ (૭૧ આ), રઘુદેવ ભટ્ટાચાર્ય (૬ એ), વાચકચક્રવર્તી (૬૫ આ) અને હરિભદ્રાચાર્ય (૫૩ અ).
પત્ર ૧૪ અ માં અવતરણરૂપે ચાર પદ્યો, પત્ર ૧૫ આ માં બે, પત્ર ૪૩ આ માં પાંચ, પત્ર ૪૪ અ માં ત્રણ અને પત્ર ૪૪ આ માં આઠ છે. ઘટનૌત્તિ.વાળું અને વયો વ્રત.વાળું પદ્ય આપ્તમીમાંસામાં છે.
પૌવપર્ય – પ્રસ્તુત વિવરણમાં યશોવિજયગણિએ પોતાની નિમ્નલિખિત કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે એટલે આ વિવરણ આ કૃતિઓ કરતાં પાછળનું છેઃ
અનેકાન્તપ્રવેશ ૧૯૦ આ), અનેકાન્તવ્યવસ્થા (૫૩ આ, ૨૧૧ આ), ઉપદેશામૃતતરંગિણી (૩૨૭ આ), જ્ઞાનબિ૬ (૮૩ આ, ૧૭૮ આ, ૩૦૯ અ), તત્ત્વાર્થટીકા (૩૩૦ અ), નયોપદેશ (૨૧૨ અ), ન્યાયબિન્દુ (૭ર આ), ન્યાયાલોક (૧૧૨ અ), વાદમાલા (ર૪૩ અ), સ્યાદ્વાદકલ્પલતા (૮૭ આ) અને સ્યાદ્વાદરહસ્ય (૮૭ આ).
યશોવિજયગણિની પ્રતિમાશતક વગેરે કૃતિઓમાં પ્રસ્તુત વિવરણનો ઉલ્લેખ છે એટલે એ વિવરણ આ કૃતિઓ કરતાં પહેલું રચાયું છે.
સ્યાદ્વાદરહસ્ય પત્ર – અષ્ટસહસીવિવરણના પત્ર ૨૮૨ અ થી પત્ર ૨૮૪ અ ઉપરના ચોથા પદ્ય સુધીના ભાગને કોઈકે આ નામ આપ્યું છે. એ પત્ર સ્તંભતીર્થના ગોપાલ, સરસ્વતી વગેરે એકાન્તવાદી પંડિતોની મંડળી ઉપર સ્યાદ્વાદનું સ્થાપન કરવા માટે કોઈક પ્રસંગે યશોવિજયગણિએ સંસ્કૃતમાં લખ્યો હતો તેને એમણે જ ઉપર્યુક્ત વિવરણમાં સ્થાન આપ્યું છે. આ પત્રના પ્રારંભમાં મહાવીરસ્વામીની તિરૂપ એક પદ્ય અને અંતમાં ચાર પદ્યો છે, જ્યારે બાકીનો ભાગ ગદ્યમાં છે.
૧. આમાંથી ૧૮ પદ્યો અપાયાં છે. ૨. આ વ્યાકરણ છે. જુઓ His of Ind. Logic (P. 220). ૩. આ કૃતિ શ્રી વિજયનંદસૂરિજીકૃત વિવૃતિ સહિત “જૈ. મું. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૩૬માં
છપાવાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org