________________
૧૪૭
યશોદોહનઃ ખંડ-૨
આઠમો સ્તબક વેદાન્ત દર્શનને અંગે છે. નવમો સ્તબક મુક્તિમાર્ગ ઉપર મહત્ત્વનો પ્રકાશ પાડે છે.
દસમો સ્તબક મીમાંસા દર્શનની મીમાંસારૂપ છે. સર્વજ્ઞની સિદ્ધિ અને વેદની અપૌરુષેયતાનું ખંડન એ બે વિષયો અહીં હાથ ધરાયા છે.
અગિયારમા સ્તબકમાં અર્થ અને શબ્દ વચ્ચેનો સંબંધ અને મુક્તિમાં સુખ એ બાબતો વિચારાઈ છે.
સ્યાદ્વાદકલ્પલતામાં મંગલવાદને અંગે પુષ્કળ યુક્તિઓ અપાઈ છે. એમાં કેટલીક સૂક્ષ્મ તેમજ નવીન પણ છે.
પ્રથમ તબકમાં પ્રસંગવશાત્ નૈયાયિકોને અંગે તમોવાદની મીમાંસા છે. ચતુર્થ (7) સ્તબકમાં સૌત્રાન્તિકોનો સ્ત્રાન્તક કહીને ઉપહાસ કરાયો છે.
સ્તબક ૪-૬માં બૌદ્ધ દર્શનનાં વિવિધ મંતવ્યો રજૂ કરાયાં છે. એના સાંગોપાંગ અભ્યાસ માટે ઉદયનકૃત આત્મતત્ત્વવિવેક અને ન્યાયાચાયત ન્યાયખંડનખાદ્યનું પરિશીલન કરવું ઘટે.
આઠમા સ્તબકમાં સ્વાદ્ધાંદનો મહિમા વર્ણવાયો છે.
નવમા સ્તબકમાં સચેલકતા અને સ્ત્રીની મુક્તિ વિષેનાં દિગંબરોનાં મંતવ્યોની મીમાંસા કરાઈ છે.
દસમા સ્તબકમાં કેવલીના કવલાહારની ચર્ચા છે. અગિયારમા સ્તબકમાં અપોહવાદની ચર્ચા છે.
મુદ્રિત સ્યાદ્વાદકલ્પલતામાં ત્રુટિ – અસ્પૃદ્ગતિવાદના અંતમાં વિશેષ માહિતી માટે સ્વાદ્વાદકલ્પલતા જોવાની ભલામણ કરી છે, પણ એમાં તો શાસ્ત્રવાર્તાસમુચ્ચયના રૂ. ૯, શ્લો. ૨૧ની ટીકામાં કશું વિશેષ નિરૂપણ નથી. એથી તેમજ પહેલા દસે તબકો પૈકી પ્રત્યેક પૂર્ણ થતાં સારગર્ભિત કાવ્યો અને સ્વકીય ગુરુના નામ ઈત્યાદિ સંબંધી પ્રશસ્તિ છે તેમ અગિયારમા સ્તબક અંગે નથી તેમજ એ સ્તબકના અંતિમ શ્લોકોની ટીકા પણ નથી તેથી મુકિત ટીકાનો કેટલોક ભાગ ખૂટે છે એમ અનુમાનાય છે.'
૧. જુઓ ઉત્પાદાદિ. ચતુષ્ટથીનું પ્રાસ્તાવિક નિવેદન પત્ર ૬ અ).
Jain Education international
För Private & Personal Use Only
www.jainelibrary.org