________________
૧૫૯
યશોદોહનઃ ખંડ-૨ બરાબર નથી એમ યશોવિજયજીએ જણાવ્યું છે.
આ કૃતિમાં નિમ્નલિખિત મતોનું ખંડન કરાયું છેઃ
મિશ્રના પત્ર ૭ આ), ચિન્તામણિકૃતના પત્ર ૮ અ, સમવાયનું ખંડના (પત્ર 2 આ), મહાપ્રલયવાદીના પત્ર ૧૪ અ), અવતારવાદ માનનારના પત્ર ૧૪ અ), વર્ધમાનના (પત્ર ૧૪ આ, નવ્ય નાસ્તિકના પિત્ર ૧૬ આ), ઉદ્દદ્યોતકરના પત્ર ૧૮ અ), શંકરસ્વામીના (પત્ર ૧૮ અ) અને સ્વતંત્રના પત્ર ૨૧ અ.
"વાચક ચક્રવર્તીએ કહ્યું છે એના ઉલ્લેખપૂર્વક નીચે મુજબનું અવતરણ પત્ર ૬ અમાં અપાયું છે :
"द्रव्यात्म इति उपचारः सर्वद्रव्येषु नयविशेषेण"
સમ્મતિમાંથી ચાર અવતરણ પત્ર ૧૦ આમાં આપી એની વ્યાખ્યા કરાઈ છે. પત્ર ૧૨ આમાં પદાર્થરત્નમાલાના ઉલ્લેખપૂર્વક એમાંથી નિમ્નલિખિત અવતરણ અપાયું છે :
"पक्षांऽतरे तु तत्राश्रय एक-एव प्रत्यभिज्ञानात्" પત્ર ૩૧ આ માં પારસર્ષના ઉલ્લેખપૂર્વક નિમ્નલિખિત પંક્તિ રજૂ કરાઈ
दव्वट्टियाए एगे हं
ઉપર્યુક્ત મતોના નિરસન પ્રસંગે તે તે મતના પ્રરૂપકનું નામ અપાયું છે. એ ઉપરાંત વિશેષ નામ નીચે મુજબ છે :
આચાર્ય પત્ર ૩૩ અ, ૪૩ આ), દીધિતિકૃત, ભાષ્યકૃત, મહાવાદી, શિરોમણિ, સમ્મતિટીકાકાર અને સાર્વભૌમ.
પત્ર ૧૯ આ માં ઝિયમi કૃતેને અંગે અને પત્ર ર૪ આ માં વિભાગ વિષે વિચાર કરાયો છે. પત્ર ૨૮ આ માં ઘટરૂપને લક્ષીને સપ્તભંગીનો નિર્દેશ છે. પત્ર ૩૩ અ – ૩૩ આ માં અપેક્ષાબુદ્ધિજન્ય અને અપેક્ષાબુદ્ધિવ્યંગ્ય પરત્વે ચર્ચા કરાઈ
૧. આથી ઉમાસ્વાતિ અભિપ્રેત છે. ૨. આ કોઈ અજૈન કૃતિ હોય એમ લાગે છે. એના કર્તાનું નામ જાણવું બાકી રહે છે.
૩. પત્ર ૩૦ આમાં શિરોમણિએ નગ્ન-દધિતિમાં કહ્યું છે એવો ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org