________________
૧૫૮
પરમત સમીક્ષા વિષયતાવાદ – આની પાંચ પત્રની કર્તાએ જાતે લખેલી હાથપોથી મળે છે. નવ્ય ન્યાયની શૈલીએ રચાયેલી આ જટિલ કૃતિનો પ્રારંભ “હું નમ:થી છે. જ્ઞાન વગેરેની વિષયમાં જે વિષયતા છે તે એક પ્રકારનો સ્વરૂપ સંબંધ છે, નહિ કે એ વિષયતા વિષયથી ભિન્ન છે, કેમકે ભિન્નતા માટે કોઈ પ્રમાણ નથી એમ પ્રાચીન માને છે. તેના ખંડનથી આ કૃતિની શરૂઆત કરાઈ છે.
ઉદ્દેશ્યત્વ અને વિધેયત્વ એ બંને પણ એક જાતની વિષયતા છે એમ કેટલાક માને છે. એ મતથી વિરુદ્ધ મત યશોવિજયજી ગણિએ અહીં દર્શાવ્યો છે.
આ લગભગ ૨૮૫ શ્લોક જેવડી કૃતિના અંતમાં નીચે મુજબની પંક્તિ છે :
"तत्स्थलीयप्रतिबन्धकतायां प्रतिबध्यतावच्छेदककोटौ प्रत्यक्षान्यत्वमापत्यन्यत्वं निवेशनीयमिति गौरवमित्यादि परास्तमिति कृतं पल्लवितेन । श्री"
કહેવાનો મતલબ એ છે કે તે સ્થળને લગતી પ્રતિબધકતામાં પ્રતિબધ્ધતાચ્છદકની કોટિમાં પ્રત્યક્ષાપત્ય અને () આપત્યન્યત્વ ઉમેરવું ઘટે તો ગૌરવ ઈત્યાદિ દોષ આવે એમ જે કહે છે તેનું આથી નિરસન થયું.
“આત્મખ્યાતિ-આની ૫૬ પત્રની એક હાથપોથી મળે છે. આની શરૂઆતમાં સૌથી મથાળે નીચે મુજબનું પદ્ય છેઃ
“ऐन्द्रव(वृन्दनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । કાત્મધ્યાતિં રોલ્યુબૈર્યશોવિનયવાવ: | 9 ”
ત્યાર બાદ “È નમઃ” છે. આ ૨૨૦૦ શ્લોક જેવડી અને અપૂર્ણ જણાતી કૃતિમાં પ્રારંભમાં કહ્યું છે કે આત્મા એ જ્ઞાન, ઇચ્છા ઈત્યાદિનો આશ્રય છે અને પૃથ્વી વગેરે દ્રવ્યથી ભિન્ન છે એમ સૌ કોઈ આસ્તિકો માને છે, પરંતુ એ આત્મા વિભુ છે કે મધ્યમ પરિણામવાળો છે એ બાબત મતભેદ છે. નૈયાયિકો વગેરે આત્માને વિભુ માને છે તે અમે સહન ન કરીએ એમ કહી એના ખંડનથી આ કૃતિની શરૂઆત કરાઈ છે.
રામભદ્ર સાર્વભૌમે મૂર્તતા તે જ દ્રવ્ય છે એમ જે કહ્યું છે પત્ર ૫ અ) તે
૫ × ૨ x ૧૯ x ૪૮ - ૨૮૫
૩૨ ૨. આ કૃતિનો ઉલ્લેખ પહેલા કાગળપૃ. ૯૮)માં છે. ૫૬ x ૬ x ૧૫ x ૪૨ - ૨૨૦૫
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org