________________
પ્રકરણ ૫
પરમતસમીક્ષા ચાલુ)
આપણે ગત પ્રકરણમાં અજૈન દર્શનકારોના અને એમના અનુયાયીઓનાં એટલે કે પરયુથિકોનાં કેટલાંક મંતવ્યોની સમીક્ષા રૂપ જે મૌલિક તેમજ વિવરણાત્મક કવિઓ યશોવિજયગણિએ રચ્યાનું મનાય છે તે વિષે વિચાર કર્યો. હવે અહીં જૈનોનાં – સ્વયૂથિકોનાં કેટલાંક મંતવ્યોની ચકાસણી રૂપે આ ગણિએ રચેલી મનાતી કૃતિઓ વિચારીશું. તેમાં દિગંબરોને ઉદ્દેશીને રચાયેલી કૃતિઓ નીચે મુજબ છેઃ
અઝપ્પમયપરિફખા અને એની સ્વોપલ્લવૃત્તિ તેમજ બાલાવબોધ, આધ્યાત્મિક મતખંડન તેમજ દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ.
આનો હું પરિચય આપું તે પૂર્વે લોંકા મતના અનુયાયીઓને – અમૂર્તિપૂજકોને લક્ષીને રચાયેલી કૃતિઓ નોંધું છું:
પ્રતિમાશતક અને એની સ્વોપજ્ઞ વૃત્તિ, પ્રતિમાસ્થાપનન્યાય, જિનપ્રતિમા સ્થાપનની સઝાય, દોઢસો ગાથાનું હૂંડીનું સ્તવન અને એનો બાલાવબોધ, તેમજ દેવધર્મપરીક્ષા.
ઉપાધ્યાય ધર્મસાગરગણિએ સવષ્ણુસયગ(સર્વજ્ઞશતક)માં જે કેટલાક વિચારો દર્શાવ્યા છે તેના નિરસનાર્થે યશોવિજયગણિએ ધમ્મપરિફખા અને એનું સ્વોપજ્ઞ વિવરણ રચ્યાં છે.
“વર્ધમાનજિનેશ્વરનું સ્તવન યાને દસ મતનું સ્તવન (વિ. સં. ૧૭૩ર કે ૧૭૩૪) – આ ગુજરાતી કૃતિનો પ્રારંભ ત્રણ દુહાથી કરાયો છે. ત્યાર બાદ છે ઢાલ છે અને અંતમાં ત્રણ કડીનો “કલશ' છે. છ ઢાલની કડીઓની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :
૧. આ નામની ત્રણ કૃતિ છે. ૨. આ સ્તવન જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહમાં પત્ર ૧૩૭ આ – ૧૪૨
આ માં છપાયું છે. શું આ કૃતિ ઉપાધ્યાયજીની છે ખરી? સંપા. ૩. ધર્મસાગરગણિએ વિ. સં. ૧૬ ૨૯માં જે પવયણપરિકખા રચી છે તેમાં દસ મતોનું નિરૂપણ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org